ધોરણ-૧૨ (HSC) ની સામાન્ય પ્રવાહમાં વાણિજ્ય વ્યવસ્થા વિષયની પરીક્ષામાં ૧૫૦૭ વિદ્યાર્થીઓ હાજર : ૨૨ ની ગેરહાજરી
રાજપીપળા – શુક્રવાર – ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાઇ રહેલી બોર્ડની જાહેર પરીક્ષાઓ સંદર્ભે જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરીનાં પરીક્ષા કંટ્રોલ રૂમ તરફથી પ્રાપ્ત થયેલા અહેવાલ મુજબ આજે તા.૧૩/૦૩/૨૦૨૦ ના રોજ સવારે ધોરણ- ૧૦ માં સામાજિક વિજ્ઞાન વિષયની લેવાયેલી પરીક્ષામા અંગ્રેજી, ગુજરાતી અને સંસ્કૃત પ્રથમા માધ્યમ સહિત નોંધાયેલા કુલ- ૮૦૦૯ વિદ્યાર્થીઓ પૈકી ૭૭૪૭ વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતાં. જ્યારે ૨૬૨ વિદ્યાર્થીઓની તેમાં ગેરહાજરી નોંધાઇ હતી.. તેવી જ રીતે આજે બપોરે ધોરણ- ૧૨ સામાન્ય પ્રવાહમાં વાણિજ્ય વ્યવસ્થા વિષયની પરીક્ષામાં નોંધાયેલા કુલ- ૧૫૨૯ વિદ્યાર્થીઓ પૈકી ૧૫૦૭ વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતાં. જ્યારે ૨૨ વિદ્યાર્થીઓની તેમાં ગેરહાજરી નોંધાઇ હતી.
જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરીનાં પરીક્ષા કંટ્રોલ રૂમ તરફથી પ્રાપ્ત થયેલા અહેવાલ મુજબ ગઇકાલે તા.૧૨/૦૩/૨૦૨૦ ના રોજ સવારે ધોરણ- ૧૨ સામાન્ય પ્રવાહમાં સેક્રેટરીયલ પ્રેકટીસ અને વાણિજ્ય વ્યવહાર વિષયની પરીક્ષામાં નોંધાયેલા કુલ- ૬૪૦ વિદ્યાર્થીઓ પૈકી કુલ- ૬૩૩ વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતાં અને ૭ વિદ્યાર્થીઓની તેમાં ગેરહાજરી નોંધાઇ હતી. તેવી જ રીતે ગઇકાલે બપોરે ધો-૧૨ (HSC)માં વિજ્ઞાન પ્રવાહમાં લેવાયેલી સંસ્કૃત વિષયની પરીક્ષામાં નોંધાયેલા ૫૦૫ વિદ્યાર્થીઓ પૈકી ૪૯૮ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા અને ૦૭ ઉમેદવારોની તેમાં ગેરહાજરી નોંધાઇ હતી. તેમજ કોમ્પ્યુટર અદ્યય્ન વિષયની લેવાયેલી પરીક્ષા માટે નોંધાયેલા તમામ ૨૮૭ વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યાં હતાં.
આજે સાંજે ૫-૦૦ કલાકના સુમારે જિલ્લા પરિક્ષા કંટ્રોલક્ક્ષ તરફથી પ્રાપ્ત થયેલા અહેવાલ મુજબ જિલ્લામાં આજની આ જાહેર પરિક્ષાઓ દરમિયાન કોઇ ગેરરીતી કે અનિચ્છનીય ઘટના બનવા પામી નથી.
ધોરણ-૧0 (SSC) માં સામાજિક વિજ્ઞાન વિષયની પરીક્ષામાં ૭૭૪૭ વિદ્યાર્થીઓ હાજર : ૨૬૨ ની ગેરહાજરી
Views 66