ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા સાબરમતીની સપાટી વધી, નદી કાંઠાના સાત જિલ્લાઓને એલર્ટ કરાયા 

Views 200

ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા સાબરમતી નદીની સપાટી વધી, નદી કાંઠાના સાત જિલ્લાઓને એલર્ટ કરાયા 

રાજસ્થાનમાં પડેલા ભારે વરસાદને કારણે ધરોઈ ડેમની જળસપાટી વધી ગઈ છે.ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે, જેના કારણે સાબરમતી નદી કાંઠાના સાત જિલ્લાઓને એલર્ટ કરવામાં આવ્યા છે.મહત્વનું એ છે કે,દર કલાકે સાબરમતી નદીમાં 20 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.તો મહેસાણા જિલ્લાના 27 ગામોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.ધરોઈ ડેમમાં હજુ જો જળસ્તર વધે તો 1 લાખ ક્યુસેક સુધી પાણી છોડાઈ શકે છે.
ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ધરોઈ ડેમની સપાટી વધી રહી છે.ડેમમાં વરસાદી પાણીની આવક વધતા હાલ પાણી છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.સમયાંતરે 20000 ક્યુસેકથી 1 લાખ ક્યુસેક સુધી પાણી છોડાઈ શકે છે.જેના કારણે નીચાણવાળા કાંઠા વિસ્તારના ગામોને ધરોઈ ડેમ કાર્યપાલક ઇજનેર દ્વારા એલર્ટ આપવામાં આવ્યુ છે.તમને જણાવી દઈએ કે ,રાજસ્થાનમાં ભારે વરસાદ ને પગલે ડેમમાં પાણીની આવક વધી છે. 
ધરોઇ ડેમમાં હાલ 88.47 ટકા પાણીનો જથ્થો છે, તેમજ ભારે વરસાદની આગાહીને પગલે મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર ,ખેડા, અમદાવાદ, બનાસકાંઠા અને આણંદના કલેક્ટર સહિત તંત્રને સુચના આપવામાં આવી છે.હાલ ડેમમાં પ્રતિ સેકન્ડ 10350 ક્યુસેક પાણીની આવક અને જાવક થઈ રહી છે.હાલની જળ સપાટી 619.36 ફુટ રૂલ લેવલ પર છે,જ્યારે કુલ સપાટી 622 ફુટથી માત્ર અઢી ફુટ દુર છે.

 

                                                                      અહેવાલ ચેતનકુમાર પટેલ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *