ક્રૂઝ ડ્રગ્સ કેસમાં છેલ્લા 28 દિવસથી જેલમાં બંધ આર્યનખાનને આખરે જેલમાંથી મૂક્તિ મળી ગઈ છે. શાહરૂખખાનના પૂત્ર આર્યનખાન આજે આર્થર રોડ જેલમાંથી બહાર આવી ગયો છે. આર્યનખાનની જેલમૂક્તિને લઈને પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. શુક્રવારથી જ શાહરૂખ ખાનના ઘરે ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે. આર્યન ખાનના ઘરે મન્નતની બહાર હજારો ચાહકો ઉમટી પડ્યા છે. દરેક લોકો આર્યનને વેલકમ કરવાની રાહ જોઈને બેઠા છે. તો કેટલાક સાધુ પણ મન્નતની બહાર પહોંચી ગયા છે અને હનુમાન ચાલીશાના પાઠ કરી રહ્યા છે.
આર્યનખાનને જેલ બહાર લેવા માટે શાહરૂખ ખાન પોતે પહોંચ્યો હતો. જેલ બહારમાં ભીડ એકઠી થતા કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. મુંબઈની આર્થર રોડ જેલમાં આર્યન ખાનના જામીનની કાર્યવાહી પૂર્ણ થતા તેને જેલમાંથી મૂક્ત કરવામાં આવ્યો હતો. આર્યનખાનની ડ્રગ્સ કેસમાં NCB દ્વારા ધરપકડ કરાયા બાદ છેલ્લા 28 દિવસથી જેલમાં બંધ હતો.
આર્યનખાનને આ શરતોના આધારે મળ્યા જામીન
કોર્ટની પૂર્વ પરવાનગી વિના દેશ છોડશે નહીં
સોશિયલ મીડિયા કે મીડિયા પર કાર્યવાહી અંગે કોઈ નિવેદન નહીં
સહ-આરોપી સાથે કોઈ સંપર્ક ન કરવો
તપાસ અધિકારીને જાણ કર્યા વિના મુંબઈ છોડી ન શકાય
શુક્રવારે બપોરે 11 થી 2 દરમિયાન NCB ઓફિસમાં હાજર રહેશે
તમામ તારીખો પર કોર્ટમાં હાજર રહેવું પડશે
કેસમાં વિલંબ કરવાનો કોઈ પ્રયાસ ન કરવો જોઈએ
જો આમાંથી કોઈપણ શરતોનું ઉલ્લંઘન કરાશે તો કાર્યવાહી થશે
શરતોનું ઉલ્લંઘન થશે તો NCB જામીન રદ કરવા માટે અરજી કરી શકશે
પાસપોર્ટ સ્પેશિયલ એનડીપીએસ કોર્ટને હાજર કરાવવો પડશે
