ડુપ્લીકેટ પાસપોર્ટ આધારે ભારતીય નાગરીકોને યુરોપ થી મેક્સીકો થઈ અમેરીકા મોકલવાના રેકેટમાં ક્રાઈમ બ્રાન્ચ ખાતે ચાલતા ઓપરેશન મેકલા માં સંડોવાયેલ એજન્ટો પાસેથી ગુન્હાને લગતી વધુ સામગ્રી કબ્જે કરતી ક્રાઈમ બ્રાન્ચ

Views 55

ડુપ્લીકેટ પાસપોર્ટ આધારે ભારતીય નાગરીકોને યુરોપ થી મેક્સીકો થઈ અમેરીકા મોકલવાના રેકેટમાં ક્રાઈમ બ્રાન્ચ ખાતે ચાલતા ઓપરેશન મેકલા માં સંડોવાયેલ એજન્ટો પાસેથી ગુન્હાને લગતી વધુ સામગ્રી કબ્જે કરતી ક્રાઈમ બ્રાન્ચ 
 

 ગઈ તા .૦૯ / ૦૨ / ૨૦૨૨ ના રોજ ગુપ્ત ઈનપુટ મળેલ કે પ્રજાપતિ રાજુભાઈ બેચરભાઈ રહે . વડસમા જીલ્લો મહેસાણા તથા પટેલ શિલ્પાબેન રમેશભાઈ રહે . અંબિકા નગર સોસાયટી કડી મહેસાણાવાળાઓએ વિદેશ સ્થાયી થવા સારૂ ડુપ્લીકેટ પાસપોર્ટ કઢાવેલ છે અને આ વિદેશ સ્થાયી થવાના સમગ્ર રેકેટમાં મહેસાણા ખાતેના લોક્લ એજન્ટ હરેશ અંબારામ પટેલ તથા હાર્દિક હરેશભાઈ પટેલ રહે . જોરણાંગ , મહેસાણાવાળાનાઓએ પોતાની ઉપરના દિલ્હી સ્થિત એજન્ટ તથા અન્ય અમદાવાદ સ્થિત એજન્ટ મારફતે પ્રજાપતી રાજુભાઈ બેચરભાઈ કે જેઓ ઓરીજીનલ પાસપોર્ટ ધરાવતા હોવા છતા તેઓને રાજેન્દ્ર ભીખાભાઈ પટેલ નામના વ્યક્તિ તરીકે દર્શાવી આ નામના ખોટા આઈ.ડી. પૃફ આધારે તેઓનો બીજો ખોટો પાસપોર્ટ ઈશ્યુ કરાવેલ , જ્યારે શિલ્પાબેન રમેશભાઈ પટેલનાઓ રાજેન્દ્રભાઈ પટેલના પત્ની કામીનીબેન પટેલ બનીને ખોટો પાસપોર્ટ ઈશ્યુ કરાવેલ . જે સબંધે ડી.સી.બી. પોલીસ સ્ટેશન ખાતે પાર્ટ એ.ગુ.ર.નં. ૧૧૧૯૧૦૧૧૨૨૦૦૨૦/૨૦૨૨ ધી ઈ.પી.કો. કલમ ૪૦૬,૪૧૯,૪૨૦,૪૬૫,૪૬૭,૪૬૮ , ૪૭૧,૧૨૦ ( બી ) તથા ભારતીય પાસપોર્ટ ધારા કલમ ૧૨ મુજબ ગુન્હો રજીસ્ટર કરી આરોપી નં . ( ૧ ) પ્રજાપતી રાજુભાઈ બેચરભાઈ ( ૨ ) હરેશ અંબારામ પટેલ ( ૩ ) હાર્દિક હરેશભાઈ પટેલ તથા ( ૪ ) રજત ચાવડા રહે . અમદાવાદનાઓની ધરપકડ કરવામાં આવેલ હતી . આ ગુન્હાની ઉંડાણપુર્વક તપાસ કરી ચાલતા નેટવર્કના મુળ સુધી પહોંચવા સારૂ ક્રાઈમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશ્નર શ્રી પ્રેમવીર સિંગ સાહેબ તથા નાયબ પોલીસ કમિશ્નર શ્રી ચૈતન્ય આર . મંડલીક સાહેબનાઓએ સુચના આપેલ જે સુચના મુજબ પો.ઈન્સ.શ્રી જે.એન.ચાવડા તથા પો.સ.ઈ. શ્રી એ.બી. જેબલીયાનાઓ તપાસ ચલાવી રહ્યા હતા . તપાસ દરમ્યાન આરોપી હરેશનાએ અત્યાર સુધીમાં ૨૮ થી ૩૦ કુટુમ્બોને અમેરીકા મોકલી વ્યક્તિ દીઠ ૬૦ થી ૬૫ લાખ રૂપિયા મેળવેલ છે . આ ગુન્હાના કામે રાજેન્દ્ર પટેલ તથા કામીનીબેનના નામના ડુપ્લીકેટ પાસપોર્ટમાં તેમના સંતાનોમાં બે બાળકોના નામના પણ પાસપોર્ટ ઈશ્યુ કરાવેલ હતા . જે બાળકોના મુળ માતા – પિતા અગાઉ પણ આ જ રીતે હરેશભાઈ પટેલ મારફતે અમેરીકા પહોંચી સ્થિત થયેલ છે . તેમજ વધુ પુછપરછમાં એવી હકીકત પણ ધ્યાને આવેલ છે કે પ્રથમ આ સીન્ડીકેટ ચલાવતા ઈસમો ગે.કા. રીતે અમેરીકામાં પ્રવેશ અપાવવા માટે પ્રથમ યુરોપના દેશોના ટેમ્પરરી વિઝા અપાવી ત્યાંથી મેક્સીકો મારફતે અમેરીકામાં ઘુસણખોરી કરાવતા હતા 

HBN TV NEWS

આવાજ હિન્દુસ્તાન કી

ક્રાઇમ રિપોર્ટર :જગદીશ સોલંકી , મહંમદ હુસેન

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *