કમલાબાગ પો.સ્ટે.વિસ્તારમાથી એક કારમાંથી બે ગેરકાયદેસર હથિયાર સાથે પાંચ ઇસમોની ધરપકડ કરતી પોરબંદર એલ.સી.બી

Views 55

કમલાબાગ પો.સ્ટે.વિસ્તારમાથી એક કારમાંથી બે ગેરકાયદેસર હથિયાર સાથે પાંચ ઇસમોની ધરપકડ કરતી પોરબંદર એલ.સી.બી. 


 
 
 
 
*પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર* નાઓ દ્રારા અસામાજીક તત્વો દ્રારા ગેરકાયદેસર અગ્નિશસ્ત્રો અને દારૂગોળાના ઉત્પાદન,સંગ્રહ, હેરાફેરી, વેચાણ સંબંધીત પ્રવૃતિ ઉપર નિયંત્રણ લાવવા ખાસ ઝુંબેશ/ડ્રાઇવનુ આયોજન કરેલ હોય જે અનુસંધાને *જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી મનિન્દર પ્રતાપસિંહ પવાર સાહેબ તથા પોરબંદર પોલીસ અધિક્ષક‌શ્રી ડો.રવિ મોહન સૈની સાહેબ‌‌* નાઓ દ્રારા જીલ્લામાંથી હથિયાર ધારાના કેસો શોધી કાઢવા ખાસ સુચના કરેલ હોય જે અન્વયે *LCB PI શ્રી એન.એન.રબારી* એલ.સી.બી. સ્ટાફ સાથે પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન *HC હરેશભાઇ આહિર તથા ઉદયભાઇ વરૂ* નાઓને સયુકત મળેલ ચોક્કસ બાતમી હકિકત આધારે પોરબંદર છાંયા બંધ ACC ફેકટરીના મેઇન ગેઇટ પાસે જાહેરમાંથી *આરોપી (૧) પવન સતીષભાઇ મોઢા* ઉ.વ.૨૫ રહે. મરમઠ ગામ તા.માણાવદર જી.જુનાગઢ *(ર) જગમાલ ઉર્ફે જગુ જેઠાભાઇ ભેટારીયા* ઉ.વ.૪૨ રહે. ચીખલોદરા ગામ તા. માણાવદર જી. જુનાગઢ *(૩) ભાવીન દિનેશભાઇ થાનકી* ઉ.વ.૨૬ રહે. વનાણા ગામ તા.જી. પોરબંદર *(૪) ભોલાસિંહ સન/ઓ સૌદાનસિંહ હીંમતસિંહ રધુવંશી* ઉ.વ.૨૪ રહે. મુળ ચિતૌરા ગામ શેરાવાલી માતાજીના મંદીર પાસે થાના શમશાબાદ તા.બતેયાબાદ જી. આગરા ઉત્તર પ્રદેશ હાલ વેરાવળ બસ સ્ટેન્ડ ટાવર ચોક તા.વેરાવળ જી. ગીર સોમનાથ (૫) કાયદાના સંઘર્ષમાં આવેલ કીશોર નાઓ પૈકી આરોપી નં.૧ નાએ પોતાના કબ્જામાં પેન્ટના નેફામાં ગે.કા. આધાર પરવાના વગર દેશી બનાવટની લોખંડની પીસ્તોલ-૧ (અગ્નિશત્ર) મેગેજીન વાળી કિ.રૂા. ૧૦,૦૦૦/- તથા જીવતા કાર્ટશ નંગ-ર કી.રૂ. ૨૦૦/- તથા આરોપી નં.ર નાએ પોતાના કબ્જામાં પેન્ટના નેફામાં ગે.કા. આધાર પરવાના વગર દેશી બનાવટનો તમંચો-૧ (અગ્નિશત્ર) કિ.રૂા. ૨૦૦૦/- નો રાખી સેવરોલેટ કંપનીની ક્રુઝ કાર નં. GJ-06-KD-8529 કી.રૂ. ૪,૦૦,૦૦૦/- મળી કુલ રૂ. ૪,૧૨,૨૦૦/- ના મુદામાલ સાથે ઉપરોકત આરોપી નં.૧ થી ૪ તથા કાયદાના સંઘર્ષમાં આવેલ કીશોર નં.પ નાઓ જાહેરમાથી મળી આવી જીલ્લા મેજી.સા. પોરબંદરના હથી. બંધી. જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કરવામાં એકબીજાએ મદદગારી કરી ગુન્હો કરેલ હોય જેથી તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરી કમલાબાગ પો.સ્ટે.મા ગૂન્હો રજીસ્ટર કરાવેલ છે.
કામગીરી કરનાર:- પોરબંદર LCB PI એન.એન.રબારી તથા HC ઉદયભાઇ વરૂ, હરેશભાઇ આહિર, કેશુભાઇ ગોરાણીયા, રણજીતસિંહ દયાતર, કુલદિપસિંહ જાડેજા, કરશનભાઇ મોડેદરા PC દિલીપભાઇ મોઢવાડીયા, ગોવિંદભાઇ માળિયા નાઓ રોકાયેલ હતા.
HBN TV NEWS 
આવાજ હિન્દુસ્તાન કી 
ક્રાઇમ રિપોર્ટર જગદીશ સોલંકી, મહંમદ હુસેન

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *