ડીસામાં પત્ની સાથે આડા સબંધનો વહેમ રાખી યુવકને માર માર્યો; ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડાયો

Views 115

ડીસા તાલુકાના સદરપુર ગામે પત્ની સાથે આડા સંબંધ રાખવાનો વહેમ રાખી ગામના જ યુવક પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં ડિસમિસના ઘા મારતા ઇજાગ્રસ્ત યુવકને ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. જે અંગે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

આ અંગેની વિગત એવી છે કે, ડીસા તાલુકાના સદરપુર ગામનો વાતની અને હાલ અમદાવાદ ખાતે રહેતો સચિન પરમાર લગ્ન પ્રસંગમાં ગયો હતો અને ત્યાંથી બહાર નીકળતા તેને રાનેર ગામના પ્રવીણ પાસે જઈ તેની પત્ની અને તેના પર વહેમ રાખવા બાબતે બોલાચાલી થઈ હતી. તે સમયે ઉશકેરાયેલા પ્રવીણે અપશબ્દો બોલી હુમલો કર્યો હતો અને પોતાની પાસેનું ડિસમિસ સચીનના કપાળના ભાગે તેમજ ડાબા હાથના ખભાના ભાગે મારી ગંભીર ઇજા પહોંચાડી હતી. ઘટનાને પગલે તેના સગા સંબંધીઓ દોડી આવી ઇજાગ્રસ્ત સચિનને ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. આ બનાવ અંગે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે હુમલો કરનાર પ્રવીણ પરમાર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *