જમ્મુ-કાશ્મીરમાં આતંકી અથડામણમાં ગુજરાતનો 25 વર્ષનો જવાન શહીદ

Views 75

કપડવંજ તાલુકાના વણઝારિયા ગામના જવાન હરિશસિંહ પરમાર શહીદ

છેલ્લાં પાંચ વર્ષથી ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવતા હતા

શહીદ હરીશ પરમારના પરિવારમાં માતાપિતા અને એક ભાઇ

ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના વણઝારિયા ગામના વતની અને ભારતીય સેનામાં ફરજ બજાવતા 25 વર્ષના જવાને જમ્મુ-કાશ્મીરમાં શહાદત વ્હોરી લેતા નાનકડા ગામમાં શોકનો માહોલ છવાયો છે. શહીદ થનાર 25 વર્ષના જવાન હરિશસિંહ રાધેસિંહ પરમાર પાંચ વર્ષ 2016માં ભારતીય સેનામાં જોડાયા હતા.

છેલ્લા 5 વર્ષથી ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવતા હરિશસિંહ પરમાર જમ્મુ-કાશ્મીરમાં તૈનાત હતા. અહીંના મછાલ સેકટરમાં આતંકવાદીઓ સામેની  અથડામણમાં હરિશસિંહ શહીદ થયાનું જાણવા મળ્યું છે. વતન, મા ભોમની રક્ષા કાજે હરિશસિંહે શહાદત વ્હોર્યાની પરિવારજનો, ગ્રામજનોને જાણ થતાં ગામ અને પંથકમાં શોકનો માહોલ છવાયો છે.

શહીદના નશ્વર દેહને આજે હવાઇ માર્ગે અમદાવાદ અને ત્યાંથી વતન વણઝારિયા લાવવામાં આવે તેવી શકયતા છે. શહીદ હરીશ પરમારના પરિવારમાં માતાપિતા અને એક ભાઇ જે સાવ સામાન્ય જીવન જીવે છે.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *