ડ્રગ્સ કેસમાં પૂછપરછ માટે અનન્યાને NCBનું તેડું
NCB ઓફિસરો કરશે તેને આ સવાલો
આર્યન સાથે થઇ હતી ડ્રગ્સ અંગે વાતચી
બોલિવૂડના પ્રખ્યાત કોમિક અભિનેતા ચંકી પાંડેની પુત્રી અનન્યા પાંડે એનસીબીના રડાર હેઠળ આવી ગઈ છે. એનસીબી દ્વારા આર્યન ખાન ડ્રગ્સ કેસમાં પૂછપરછ માટે અનન્યા પાંડેને બોલાવવામાં આવ્યા છે. NCB ને આર્યન અને અનન્યાની ડ્રગ ચેટ મળી. જેમાં બંને વચ્ચે ડ્રગ્સ અંગે વાતચીત થઇ હતી. અનન્યા પાંડે તેના પિતા ચંકી પાંડે સાથે એનસીબી ઓફિસ પહોંચી છે. અનન્યાને NCB તરફથી અઘરા પ્રશ્નોનો સામનો કરવો પડશે.
સમીર વાનખેડે, તપાસ અધિકારી વીવી સિંહ NCB ઓફિસમાં અભિનેત્રીની પૂછપરછ કરશે. અનન્યા પાંડેને NCB ઓફિસમાં ડ્રગ્સ અને આર્યન ખાન વિશે અઘરા પ્રશ્નોનો સામનો કરવો પડી શકે છે. ચાલો તમને જણાવીએ કે એનસીબી અનન્યા પાંડેને કયા પ્રશ્નો પૂછી શકે છે.
# શું તમે આર્યન ખાન ને જાણો છો?
# શું તમે આર્યન ખાન ને ડ્રગ્સ લેતા જોયા છે?
# આર્યન ખાને તે ડ્રગ્સ કોની પાસેથી લીધું હતું?
# શું તમે પણ આર્યન ખાન સાથે ડ્રગ્સ લીધુ હતું?
# આર્યન ખાન ક્યારથી ડ્રગ્સ લેતો હતો?
# આર્યન ખાન કેવા પ્રકારનું ડ્રગ્સ લેતો હતો?
# તે ડ્રગ્સ કોણે પૂરુ પાડ્યું?
# ડ્રગ્સ સપ્લાયર કોણ હતા?
# કયા પ્રસંગોએ આ ડ્રગ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો?
# શું તમને તે તારીખ યાદ છે જ્યારે ડ્રગ્સ લેવામાં આવ્યું હતું?
# શું તમે જાણો છો કે ડ્રગ્સ લેવું ગેરકાયદેસર છે?
ગુરુવારે બપોરે એનસીબી ટીમના અધિકારીઓ અનન્યા પાંડેના ઘરે પહોંચ્યા હતા. અધિકારીઓએ અભિનેત્રીને બોલાવી અને પૂછપરછ માટે હાજર રહેવા કહ્યું. મુંબઈ ક્રૂઝ શિપ ડ્રગ્સ કેસમાં શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ધરપકડ કર્યા બાદ એનસીબીએ તેના મોબાઈલ પર સર્ચ કર્યું હતું. જેમાં અનન્યા પાંડે સાથે તેની ડ્રગ્સ ચેટ સામે આવી હતી. બધા પુરાવા ભેગા કર્યા બાદ એનસીબીએ અનન્યાને પૂછપરછ માટે બોલાવી હતી.
