ચાણસોલ PHC માં PMSMA દિવસની ઉજવણી:પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાનના દસ વર્ષ પૂર્ણ; સગર્ભાઓની તપાસ, ન્યુટ્રિશન કીટ અને પ્રોટીન પાવડરનું વિતરણ

ચાણસોલ PHC માં PMSMA દિવસની ઉજવણી:પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાનના દસ વર્ષ પૂર્ણ; સગર્ભાઓની તપાસ, ન્યુટ્રિશન કીટ અને પ્રોટીન પાવડરનું વિતરણ
Views 36

પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાનના દસ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચાણસોલ ખાતે PMSMA દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી જિલ્લા વિકાસ અધિકારી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને તાલુકા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ થઈ હતી.

આ કાર્યક્રમમાં ચાણસોલના સરપંચ પરમાર જીવણલાલ અને તાલુકા ડેલીગેટ સથવારા કાજલબેન અજયભાઈ ઉપસ્થિત રહ્યા હતા. આ દિવસે જોખમી અને અતિ જોખમી સગર્ભા માતાઓને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે બોલાવી તેમની તપાસ કરવામાં આવી હતી. જેમાં લોહીની લેબોરેટરી, વજન, ઊંચાઈ, BMI, બ્લડ પ્રેશર અને બાળકના ધબકારા જેવી બાબતોની તપાસ કરાઈ.

JSSK અને શ્રેષ્ઠા યોજના હેઠળ જે સગર્ભા માતાઓને સોનોગ્રાફીની જરૂરિયાત હતી, તેમને સોનોગ્રાફીના ફોર્મ ભરી આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ઓછું હિમોગ્લોબિન ધરાવતી સગર્ભા માતાઓને આયર્ન સુક્રોઝ (FCM) ઇન્જેક્શન આપવામાં આવ્યા.

સરપંચ અને તાલુકા ડેલીગેટના હસ્તે જરૂરિયાતમંદ સગર્ભા માતાઓને ન્યુટ્રિશન કીટ અને પ્રોટીન પાવડરનું વિતરણ કરવામાં આવ્યું. આ દિવસે કુલ 54 સગર્ભા માતાઓએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોતાની જરૂરી તપાસ કરાવી આ યોજનાનો લાભ લીધો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *