ઘોઘબા તાલુકાના જીતપુરા ગામમાં યોજાયા લગ્ન

Views 56

ઘોઘબા તાલુકાના જીતપુરા ગામમાં યોજાયા લગ્ન
અચાનક ફાટી નીકળેલા કોરોના મહામારીના કહેર ને કારણે 23 માર્ચ થી લઈને આજદિન સુધી આખા દેશભરમાં લોકડાઉન અલગ અલગ પાર્ટ માં જોવા મળ્યું છે ,તો બીજી બાજુ આ વર્ષે તેના કારણે રોજગારી આપતા મોટા ભાગના એકમો પણ બંધ જોવા મળ્યાં હતાં. તો બીજી બાજુ ઘણાં બધાં યુવક યુવતીઓ ના નક્કી કરાયેલા લગ્ન પણ બંધ રાખવામાં આવ્યા હતા, પરંતુ સરકાર દ્વારા છૂટ મળતાં પરમિશન લઈને પેહલા 20 અને પછી વર અને કન્યા પક્ષ ,વિધિ કરાવનાર તથા ફોટો ગ્રાફર મળીને કુલ 50 વ્યક્તિઓની પરમિશન આપવામાં આવી હતી.ત્યારે ઘોઘંબા તાલુકાના જીતપુરા મુકામે લગ્ન ની પરમિશન હાલોલ પ્રાંત દ્વારા આપવામાં આવી હતી. સરકાર ના બધા જ નિયમોનું પાલન કરીને અલ્પેશકુમાર કાંતિભાઈ પરમાર ના લગ્ન અંજનાબેન રાજુભાઇ રાઠોડ સાથે તા.31/5/2020 ના રોજ વિધિપૂર્વક પૂર્ણ થયા હતા. લગ્ન માં આવેલાં બધા જ લોકોએ વર વધુ સહિત માસ્ક પહેર્યું હતું.તથા સોશ્યિલ ડિસ્ટન્સ નું પાલન પણ કર્યું હતું. સાચા અર્થમાં આ લોકડાઉન મધ્યમ વર્ગ માટે ખૂબ જ ફાયદાકારક હોય તેવું જોવા મળે છે.કારણકે આવી રીતે કરવામાં આવતા લગ્ન પ્રસંગ માં અન્ય કોઈ પણ પ્રકારનો ખર્ચ જોવા મળતો નથી.
રિપોર્ટર -ભાવિનભાઈ પરમાર. કલોલ(પંચમહાલ)

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *