ચાઇના ની એપ ને ડીલીટ કરવા માટે(Remove China Apps) સ્વદેસી અપનાવો અભિયાન માં મહત્વ નો ફાળો. ફોનમાંથી ચાઈનીઝ એપ્સને ડિલીટ કરતી એપ ભારતમાં લોકપ્રિય, 50 લાખથી વધુ વખત થઈ ડાઉનલોડ
ચાઈનીઝ એપ્સને એન્ડ્રોઈડ ફોનમાં ઓળખીને તેને ડિલીટ કરવાનો દાવો કરતી એન્ડ્રોઈટ એપ્લિકેશન રિમુવ ચાઈના એપ્સ (Remove China Apps) ભારતમાં ઝડપથી વાયરલ થઈ રહી છે. હાલ આ એપ ગૂગલ પ્લે સ્ટોર્સના ટૉપ ફ્રી એપ્સની યાદીમાં પોતાની જગ્યા બનાવી ચૂકી છે. અત્યાર સુધી 50 લાખથી વધુ વખત તેને ડાઉનલૉડ કરવામાં આવી ચૂકી છે.
20-મેંથી અત્યાર સુધીમાં 50 લાખ વખત ડાઉનલૉડનો આંકડો જ દર્શાવે છે કે, આ એપ કેટલી લોકપ્રિય થઈ રહી છે. કોરોના વાઈરસ મહામારી અને ભારત-ચીન સરહદ પર તનાવ જેવા અનેક કારણોને પગલે દેશભરમાં ચીન વિરૂદ્ધ આક્રોશ જોવા મળી રહ્યો છે.
શું છે Remove China Apps ?
આ એપ્સના ડેવલૉપર્સનો દાવો છે કે, આ એપને એજ્યુકેશનલ પર્પઝના ઉદ્દેશથી ડેવલોપ કરવામાં આવી છે. આ એન્ડ્રોઈડ ફોન યુઝર્સને તેમના ફોનમાં ઈન્સ્ટોલ એપ્સના ઓરિજિન દેશને ઓળખવામાં મદદ કરે છે. જો કે, જેવી રીતે નામથી જાણ થાય છે કે, આ માત્ર ચીન દ્વારા ડેવલોપ કરવામાં આવેલી એપ્સને જ ઓળખવામાં મદદ કરે છે અને યુઝર્સ ઈચ્છે તો Remove China Apps મારફતે પોતાના ફોનમાં રહેલી ચાઈનીઝ એપ્સને અનઈન્સ્ટોલ કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે, ગૂગલ પ્લે સ્ટોર્સ પર લાઈવ થનારી આ એપને 4.9 રેટિંગ સાથે સૌથી વધુ પોઝિટિવ રિવ્યૂ મળ્યા છે. આ એપને OneTouchAppLabs દ્વારા બનાવવામાં આવી છે. જે જયપુરની કંપની છે અને તેની ડોમેન ઓનર સાઈટ Whois અનુસાર, તેની વેબસાઈટ 8-મેના જ બનાવવામાં આવી છે. આ એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર્સ પર ડાઉનલૉડ કરવા માટે ફ્રીમાં ઉપલબ્ધ છે. ખાસ વાત તો એ છે કે, આ એપનો ઉપયોગ કરવા માટે લોગઈન કરવાની જરૂરત નથી રહેતી અને યુઝર્સ પોતાના એન્ડ્રોઈડ ફોનમાં ચીની એપ્સને ઓળકવા માટે સ્કેન કરવાનો વિકલ્પ પસંદ કરી શકે છે.
તમારા ફોનમાંથી ચાઈનીઝ એપ્સ કેવી રીતે કરશો ડિલીટ?
:-ગૂગલ પ્લે સ્ટોરથી Remove China Apps ડાઉનલોડ કરી ઈન્સ્ટોલ કરો
:-હવે Remove China Apps ખોલો
:-હવે સ્કેન નાઉ પર ક્લિક કરીને તમારો ફોનાં રહેલી ચાઈનીઝ એપને જુઓ
આ એપ તમારા ફોનમાં ઈન્સ્ટોલ એપ્સને સ્કેન કરશે અને જો કોઈ ચાઈનીઝ એપ્સ હશે, તો તેનું લિસ્ટ બનાવી દેશે. જો તમે લિસ્ટેડ એપ્સમાંથી કોઈ એપ રિમૂવ કરવા માંગો છો, તો એપના નામ આગળ આવેલા ડિલીટ આઈકોન પર ક્લિક કરવાનું રહેશે. જે બાદ Remove China Apps તમારા ફોનમાંથી તે એપને ડિલીટ કરી દેશે. અને આવી રીતે લોકો ને આ એપ દ્રારા પોતાના ફોન માં રહેલી ચાઇના ની એપ્લિકેશન શોધી ને ડીલીટ કરી શકશે .
એપ્લિકેશન નો ઉપયોગ કરનાર નો અનુભવ :- મારું નામ ચૌહાણ જયદીપભાઈ પ્રવિણસિંહ છે મને મારા ફોન માં રહેલી ચાઇના ની એપ્લિકેશન વિશે માહિતી ન હતી અને હું ચાઇના ની એપ્લિકેશન કઠવા માંગતો હતો પણ મને ખબર ન હતી કે કઈ એપ્સ ચાઇના ની છે પણ મને મારા નંબર પર એક લિંક આવી અને મે તે લિંક ખોલી અને Remove China Apps ડાઉનલોડ કરી અને પછી અંદર મેનુ માં ચાઇના ની એપ્સ નું લીસ્ટ બતાવ્યું પછી મે તેમાં જઈને એપ્સ ડીલીટ કરી હતી મને
Remove China Apps થી ચાઇના ની એપ્લિકેશન ડીલીટ કરવામાં મને મદદ મળી છે
અજયસિંહ ચૌહાણ બ્યુરો ચીફ પંચમહાલ
ચાઇના ની એપ ને ડીલીટ કરવા માટે(Remove China Apps) સ્વદેસી અપનાવો અભિયાન માં મહત્વ નો ફાળો. ફોનમાંથી ચાઈનીઝ એપ્સને ડિલીટ કરતી એપ ભારતમાં લોકપ્રિય, 50 લાખથી વધુ વખત થઈ ડાઉનલોડ
Views 54