ઘરફોડ ચોરી કરતી ગેંગના બે ઇસમોને કુલ્લે કિ.રૂ. ૫,૧૮,૬૮૯ ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ ગાંધીનગર શહેરના ઘરફોડ ચોરીના -૮ ગુનાઓનો ભેદ ઉકેલતી અમદાવાદ શહેર ડાઇમ બ્રાન્ચ

Views 59

 
 

ઘરફોડ ચોરી કરતી ગેંગના બે ઇસમોને કુલ્લે કિ.રૂ. ૫,૧૮,૬૮૯ ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ ગાંધીનગર શહેરના ઘરફોડ ચોરીના -૮ ગુનાઓનો ભેદ ઉકેલતી અમદાવાદ શહેર ડાઇમ બ્રાન્ચ

 
 
. અમદાવાદ શહેરમાં બની રહેલ મિલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા સારુ પ્રેમ વીર સિંહ સાહેબ અધિક પોલીસ કમિશ્નર ક્રાઈમ બ્રાન્ચ તથા ચૈતન્ય મંડલીક અને નાયબ પોલીસ કમિશ્રર ક્રાઇમ બ્રાન્ચ ની સુચના આધારે અત્રેની શાખાના પો.ઈન્સ.એન.એલ.દેસાઇ તથા સ્કોડના પો.સ.ઈ. એ.પી.જેબલીયા તથા સ્ટાફના માણસો દ્વારા અમદાવાદ શહેર વિસ્તારમાં આવા ગુન્હાઓમાં ગયેલ ચોર મુદ્દામાલ શોધી કાઢવા સારુ આયોજન હાથ ધરવામાં આવેલ .
 
આ દરમ્યાન તા .૨૯ / ૦૪ / ૨૨ ના રોજ હે.કો. વિજયસિંહ રણજીતસિંહ તથા પો.કો. નાગરાજભાઇ અમકુભાઇ નાઓને મળેલ ચોક્કસ બાતમી આધારે વેજલપુર બુટ ભવાની મંદીર પાસેથી
 
આરોપીઓ ( ૧ ) આકાશસિંહ મોકમસિંહ ચૌહાણ ઉ.વ .૨૨ રહે – બી / ૧૦૩ , આનંદ ફ્લેટ લોર્ડ શિવા સ્કુલ પાસે , ઓમકારેશ્વર ફ્લેટ પાસે , વેજલપુર અમદાવાદ મુળવતન ગામ – ચુડાવાડા તા.બિચ્છુવાડા જી.ડુંગરપુર રાજસ્થાન
 
( ૨ ) હિરેન ઉર્ફે ભયલુ સ / ઓ નરોતમભાઇ મકવાણા ઉવ . ૨૭ રહે : સી / ૧૦૨ , કેશવ એપાર્ટમેન્ટ , ઉજાલા હોટલ પાછળ , સરખેજ અમદાવાદ મુળવતન ગામ – ચુડા તા.લીમડી જી.સુરેન્દ્રનગર નાઓને તેઓના કબજાની સોનાની ચુની નંગ -૧ તથા સિક્કા નંગ -૫ તથા રોકડ રકમ રુ .૧૫૦૦૦ / – તથા લોખંડનો રોડ -૧ તથા ડીસમીસ -૧ જેવા ખાતરીયાના સાધનો તથા સ્વિફ્ટ કાર -૧ મળી કુલ્લે કિ.રૂ. ૫,૧૮,૬૮૯ / – ના મુદ્દામાલ સાથે મળી આવતા જે મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓ વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે
 
. પકડાયેલ આરોપીઓની પુછપરછ દરમ્યાન છેલ્લા છએક માસથી આરોપી આકાશસિંહ ના કબ્જાની સ્વિફ્ટ કારમાં ગાંધીનગર ખાતે જઈ તેઓ ચોરીઓ કરવા જતા હતા .
 
આરોપી હિરેન ઉર્ફે ભયલુ તથા તેનો એક મિત્ર ગૌરવ ઉર્ફે ગુલ્લુ વસંતભાઈ રમૈયા રહે ઓમકારેશ્વર ફલેટ , વસ્ત્રાપુર રેલ્વે ક્રોસીંગ પાસે , વેજલપુર અમદાવાદ નાઓને સાથે રાખી તેની મદદથી આ કબ્જે કરેલ ડીસમીસ તથા લોખંડના રોડ વડે મકાનના તાળાઓ તોડી નાંખતા હતા ,
 
તેઓ બંન્ને આવા મકાનમાં ઘુસી ચોરીઓ કરતા હતા , તે વખતે આરોપી આકાશસિંહને તેની આ સ્વીફટ કાર સાથે મકાનની બહાર આ સ્વિફ્ટ કાર સાથે ભાગવા માટે રેડી રહેતો તેમજ આજુબાજુમાં ધ્યાન પણ રાખતો હોવાની કબુલાત આરોપીઓએ કરેલ છે . તેમજ તેઓની પુછપરછ દરમ્યાન ગાંધીનગર શહેરના નીચે મુજબના ઘરફોડ ચોરીના ગુનાઓ શોધાયેલ છે .
 
શોધાયેલ ગુનાઓ
 
( ૧ ) સેક્ટર -૭ પો.સ્ટે . ગુ.ર.નં. ૧૫૨/૨૦૨૨ ઈ.પી.કો. કલમ -૪૫૪ , ૪૫૭ , ૩૮૦ મુજબ
 
( ૨ ) સેક્ટર -૭ પો.સ્ટે . ગુ.ર.નં. ૧૬૩/૨૦૨૨ ઈ.પી.કો. કલમ -૪૫૪ , ૪૫૭ , ૩૮૦ મુજબ
 
( ૩ ) સેક્ટર -૭ પો.સ્ટે . ગુ.ર.નં. ૧૬૫/૨૦૨૨ ઈ.પી.કો. કલમ -૪૫૪ , ૪૫૭ , ૩૮૦ મુજબ
 
( ૪ ) ગઈ તા -૨૨ / ૪ / ૨૨ ના રોજ મોડી રાત્રીના ગાંધીનગર સેકટર -૭ ડી ના પ્લોટ નં ૧૨૬૩ ના એક મકાન માં ચોરી કરવાની કોષિશ કરેલ .
 
( ૫ ) આજથી આશરે અઠવાડીયા પહેલા મોડી રાત્રીના ગાંધીનગર સેકટર -૭ ડી ના પ્લોટ નં ૧૨૩૯ ના એક મકાનમાંથી રુ . ૧૧,૦૦૦ / – ની ચોરી કરેલ .
 

( ૬ ) ગઈ તા -૬ / ૩ / ૨૨ ના રોજ વહેલી સવારના ગાંધીનગર સેકટર -૪ ડી ના પ્લોટ નં -૯૯૭ ના એક મકાનમાંથી રુ .૫૫,૦૦૦ / – ની ચોરી કરેલ .

( ૭ ) આજથી ચારેક મહીના પહેલા મોડી રાત્રીના ગાંધીનગર સેકટર -૪ ડી ના પ્લોટ નં -૯૨૯ ના એક મકાનમાં ચોરી કરેલ .

( ૮ ) ગયા – જુન મહીનામાં મોડી રાત્રીના ગાંધીનગર સેકટર -૬ બી ના પ્લોટ નં -૪૯૬ ના એક મકાનમાં ચોરી કરેલ .

HBN TV NEWS

આવાજહિન્દુસ્તાન કી 

Jagdish solanki

 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *