કાલોલ દરજી જ્ઞાતિ મંડળ દ્વારા બાકરોલ સ્થિત હરસિદ્ધિ માતાજીના સાનિધ્યમાં ત્રણ દેવીઓની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને નવચંડી મહાયજ્ઞની ઉજવણી કરી

Views 56

કાલોલ તાલુકાના બાકરોલ ગામ સ્થિત કરાડ નદીના તટ પર આવેલા પ્રસિદ્ધ હરસિધ્ધિ માતાજીના સાનિધ્યમાં દરજી સમાજ દ્વારા અંબેમાતા, કાલિકા માતા અને જોગણી માતા એમ વધુ ત્રણ દેવીઓની મૂર્તિઓની સ્થાપના કરવા માટે રવિવારે ત્રણેય દેવીઓનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો.
પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત સવારે નવીન ત્રણેય દેવીઓની મૂર્તિઓની શાસ્ત્રોકત વિધિથી સ્થાપના કરવામાં આવી હતી તદ્ઉપરાંત કાલોલ દરજી જ્ઞાતિ મંડળ દ્વારા પરંપરાગત રીતે માતાજીના નવચંડી મહાયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં મુખ્ય યજમાન તરીકે સતીષમાર ભીખુભાઈ ટેલરના પરિવાર સાથે દરજી સમાજના ૪૧ દંપતીઓએ પૂજા વિધિ કરીને શ્રીફળ હોમ કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે બાકરોલ ગામમાં આવેલા પ્રસિદ્ધ હરસિદ્ધિ માતાજીના મંદિરમાં દરજી સમાજ દ્વારા મંદિર સંકુલમાં નવીન હોલ અને પરિસર બનાવીને સગવડયુકત બનાવી દીધું હોવાથી મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ મંદિરના દર્શનનો લાભ લઇ રહ્યા છે.
આ પ્રસંગે દરજી સમાજના દાહોદ, અમદાવાદ, ખંભાત ,વડોદરા, ગોધરા, લુણાવાડા,રાજકોટ વિગેરે જગ્યાએથી મોટી સંખ્યામાં જ્ઞાતિજનોએ ઉપસ્થિત રહીને નવચંડી મહાયજ્ઞનો લાભ લીધો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *