ગઈ તા .૧૪ / ૦૧ / ૨૦૨૨ ના રોજ નારણપુરા ‘ પો.સ્ટે . વિસ્તારમાં વૃધ્ધ વ્યક્તિને છરી જેવા સાધન વડે ઈજા પહોંચાડી રોકડ રકમની લુંટના ગુન્હાના ત્રણ અજાણ્યા ઈસમોને પકડી લુંટના ગુન્હાનો ભેદ ઉકેલતી અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ..
અમદાવાદ શહેર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી તથા મિલકત સબંધી ગુન્હાઓ અટકાવવા તથા શોધી કાઢવા સારુ અધિક પોલીસ કમિશ્નર શ્રી પ્રેમ વીર સિંગ સાહેબ તથા નાયબ પોલીસ કમિશ્નર શ્રી ચૈતન્ય આર . મંડલીક સાહેબ નાઓએ સુચના અને માર્ગદર્શન આપેલ . જે અનુસંધાને એન્ટી પ્રોપર્ટી સ્ક્વોડ -૧ ના પોલીસ ઈન્સપેક્ટર શ્રી એન.આર. બ્રહ્મભટ્ટનાઓની રાહબરી હેઠળ પો.સ.ઈ. શ્રી ડી.ડી. પટેલ તથા પો.સ.ઈ. શ્રી વી.એન.ભરવાડ તથા પો.સ.ઈ. શ્રી વી.એચ. રાઠોડ તથા સ્કોડના માણસો અમદાવાદ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં
. દરમ્યાન અ.પો.કો. કિશોરસિંહ તથા અ.પો.કો. સરદારસિંહનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે , “ ગઈ તા .૧૪ / ૦૧ / ૨૦૨૨ ના રોજ નારણપુરા પોલીસ સ્ટેશનમાં બનેલ લુંટના ગુન્હામાં સંડોવાયેલ ઈસમો હાલમાં પોતાના કબ્જાની કાળા કલરની એક્ટીવા ગાડી નં . જીજે – ૦૧ – વીસી -૯૫૩૨ ની લઈ સોલા બ્રીજ તરફથી આવી પ્રભાત ચોક થઈ વાડજ તરફ જનાર છે ” જે બાતમી હકીકત આધારે વિજય સ / ઓ સુરેજભાઈ ઠાકોર ઉ.વ. ૧૯ રહે . ઠાકોરવાસ બાજુમાં ભમરીયાના છાપરા , જોગણી માતાના મંદિરની બાજુમા , સોલા બ્રીજની બાજુમાં , સોલા અમદાવાદ શહેર તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બે કિશોરોને પ્રભાત ચોક ખાતેથી રોકી તેઓની પંચો તથા વાલી રૂબરૂ પુછપરછ કરતા હકીકત જાણવા મળેલ કે , ગઈ તા .૧૪ / ૦૧ / ૨૦૨૨ ના બપોરના સાડા ચારેક વાગ્યે ત્રણેય મિત્રો તેઓની પાસેથી મળી આવેલ એક્ટીવા ઉપર ફરતા હતા , તે વખતે એક ઉંમર લાયક કાકાની પાસે પૈસા જોઈ જતા પૈસાની લુંટ કરવાના ઈરાદે તેઓની પાછળ જઈ નારણપુરા ટર્ફ સ્કુલ થી શાંતી નિકેતન સ્કુલની વચ્ચે પહોંચી કાકાની આગળ એક્ટીવા લઈ જઈ આડાશ કરી રોકાવી કાકા સાથે ઝપાઝપી કરી તેઓની પાસેથી મળી આવેલ સ્ટેઈનલેશ સ્ટીલના કટર વડે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરે કાકાને ઈજા પહોંચાડી રોકડા રૂ . ૭,૧૦૦ / -ની લુંટ કરી નાશી ભાગી ગયેલાની કબુલાત કરેલ . જે બાબતે ખાતરી તપાસ કરાવતા નારણપુરા પોલીસ સ્ટેશન ખાતે લુંટનો ગુન્હો દાખલ થયેલ છે.
.જેથી ઉપરોક્ત મળી આવેલ વિજય ઠાકોરની અંગઝડતીમાંથી એક એક્ટીવા ગાડી કિ.રૂ. ૨૫,૦૦૦ / – તથા મોબાઈલ ફોન કિ.રૂ. ૫૦૦ / – તથા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરની અંગઝડતીમાંથી સ્ટેઈનલેશ સ્ટીલની કટર નંગ ૧ કિ.રૂ. ૦૦/૦૦ ગણી તપાસના કામે કબ્જે કરેલ છે . તેમજ વિજય ઠાકોરને સી.આર.પી.સી. કલમ ૪૧ ( ૧ – બી ) ( એ ) મુજબ તા .૨૦ / ૦૧ / ૨૦૨૨ ના કલાક ૧૨/૦૦ વાગ્યે પકડી અટક કરી નારણપુરા પોલીસ સ્ટેશન ખાતે સોપવા તજવીજ કરવામા આવેલ છે , જ્યારે બન્ને કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરોનો કબ્જો તેઓના વાલીને સહીસલામત સોપેલ છે . –
HBN TV NEWS
આવાજ હિન્દુસ્તાન કી
હર હંમેશ સત્ય ની સાથે
ક્રાઈમ રિપોર્ટર જગદીશ સોલંકી