ખુશ ખબર ! ધનતેરસે ઘટ્યા સોનાના ભાવ, જાણી લો આજનો 10 ગ્રામનો રેટ

Views 62

 ધનતેરસે ઘટ્યા સોનાના ભાવ

રેકોર્ડ ભાવથી 8365 રૂપિયા સસ્તુ થયું સોનું

જાણો આજનો 10 ગ્રામનો નવો ભાવ

ધનતેરસના દિવસે સોનાની ખરીદીને શુભ માનવામાં આવે છે. જો તમે આજે ગોલ્ડ ખરીદવાનો પ્લાન કરી રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર છે. આજે સોનાની સાથે ચાંદીના ભાવમાં મોટો ઘટાડો આવ્યો છે. એવામાં જો તમે ખરીદીનો પ્લાન કરી રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર છે. મલ્ટી કોમોડિટી એક્સેચેન્જ પર આજે ડિસેમ્બર ડિલિવરી વાળા સોનાનો ભાવ 0.14 ટકા ઘટ્યો છે તો સાથે ચાંદીની કિંમતમાં 0.23 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.
 

રેકોર્ડ હાઈ 8365 રૂપિયા સસ્તુ થયું સોનું
વર્ષ 2020ની વાત કરીએ તો સમાન સમયે MCX પર 10 ગ્રામ સોનાનો ભાવ 56200 રૂપિયાના ઉચ્ચસ્તરે પહોંચી ગયો છે. આજે સોનાનો ઓગસ્ટ વાયદો MCX પર 47835 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ પર છે. હજુ પણ 8365 રૂપિયા સસ્તુ મળી રહ્યું છે.
જાણો શું છે સોના અને ચાંદીનો નવો ભાવ
ઓક્ટોબર ડિલિવરીના ગોલ્ડની કિંમત 0.14 ટકાથી ઘટવાની સાથે 47835 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલે છે. આજે કારોબારમાં ચાંદી 0.23 ટકા ઘટ્યું હતું. આજે 1 કિલો ચાંદીનો ભાવ 64641 રૂપિયા છે.

આજે થઈ શકે છે વધારે વેચાણ
ધનતેરસે દેશના સર્રાફા વ્યાપારીઓને લગભગ 15 ટન સોનાના આભૂષણોના વેપારની આશા છે. 7 હજાર કરોડ રૂપિયાના વ્યાપારનું અનુમાન છે. CAITના અનુસાર દિલ્હીમાં આજે સોના ચાંદીના 1000 કરોડ રૂપિયાના વેપારની આશા રાખવામાં આવી રહી છે.
મિસ્ડ કોલથી જાણી શકાશે સોનાના ભાવ
જો તમે ઘરે બેઠા સોનાના ભાવ જાણવા ઈચ્છો છો તો તમે ફક્ત 8955664433 પર મિસ્ડ કોલ કરો અને સાથે તમારા ફોન પર મેસેજ આવશે. જેમાંથી તમે લેટેસ્ટ રેટ ચેક કરી શકો છો.
આ રીતે ચેક કરી શકાશે સોનાની શુદ્ધતા
જો તમે સોનાની શુદ્ધતાને ચેક કરવા ઈચ્છો છો તો સરકારની તરફથી એક એપ બનાવાયું છે. ‘BIS Care app’ની મદદથી સોનાની શુદ્ધતાની તપાસ કરી શકાય છે. આ એપની મદદથી સોનાની શુદ્ધતાની તપાસ જ નહીં પણ તેને સાથેની ફરિયાદ પણ કરી શકાય છે.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *