કોરોના વાયરસ કોવિડ-૧૯ સામે લડવા માટે મુખ્યમંત્રી રાહતનિધિમાં ઉદાર હાથે ફાળો આપવા મુખ્યમંત્રીશ્રીની અપિલ

Views 71

       મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વિશ્વવ્યાપી કોરોના વાયરસ કોવિદ-૧૯ના રોગચાળા સામે લડવા અને આ રોગની અસરોથી થયેલ નુકશાનમાંથી જનજીવન પૂર્વવત કરવાના સહયોગ રૂપે મુખ્યમંત્રી રાહતનિધિમાં ઉદાર હાથે ફાળો આપવા સૌ નાગરિકો-પ્રજાજનોને અપિલ કરી છે.
શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે આ રાહતનિધિમાં આપવામાં આવતું દાન-ફાળો આવકવેરાની કલમ ૮૦-જી હેઠળ કરમુકિતને પાત્ર છે.
મુખ્યમંત્રીશ્રી રાહતનિધિમાં જે દાન-ફાળાની અવિરત સરવાણી વહી રહી છે તેમાં અત્યાર સુધીમાં ૩પ૦૦ જેટલા વ્યકિત-સંસ્થાઓએ ફાળો સેવાભાવે અર્પણ કર્યો છે.
મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમારે આ અંગેની વિગતો આપતાં કહ્યું કે, મુખ્યત્વે પૂર્વ મુખ્યમંત્રી શ્રી કેશુભાઇ પટેલે પોતાના વ્યકિતગત રૂ. ૧ લાખની સહાય આ ફાળામાં આપી છે.
તદ્દઉપરાંત શ્રી કેશુભાઇ પટેલના અધ્યક્ષસ્થાને શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી રૂ. ૧ કરોડનું દાન મુખ્યમંત્રી રાહત નિધિમાં અપાયું છે.
કુંડળધામ સ્વામીનારાયણ મંદિર દ્વારા રૂ. રપ લાખ, સરદાર ધામ ટ્રસ્ટ દ્વારા રૂ. ર૧ લાખ અને ખોડલધામ દ્વારા રૂ. ર૧ લાખની સહાય મુખ્યમંત્રી રાહતનિધિમાં આપવામાં આવી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *