કાલોલ ના પુરુષોત્તમ નગર સોસાયટીમાં ગઈ કાલે રાત્રે કોરોના મહામારીનો લાભ ઊઠાવી ઘરના તાળા તોડયાં.પ્રાપ્ત માહિતી મુજબ મૂળ સુરેલી ગામના અને છેલ્લા 30 વર્ષથી કાલોલ પુરુષોત્તમ નગર સોસાયટીમાં રહેતાં બાબરભાઈ માવાભાઈ વણકર ઉંમર-71 તેઓ આર્મી નિવૃત્ત કર્મચારી છે અને પોતાના ઘર પરિવાર સાથે રહે છે.પરંતુ હાલ કોરોના મહામારીને કારણે પોઝિટીવ કેસો આવતાં પુરૂષોત્તમ નગર સોસાયટીમાં કોરોના સંક્રમણ વધારે ના ફેલાઈ તે માટે કોરોન્ટાઈન કરેલી હોવાથી તારીખ 20/7/2020 ના રોજ સવારે દસ વાગ્યે ઘરના અંદરના તથા બહારના દરવાજા અને સ્ટોપરો મારી આગલા મેઈન દરવાજાને તાળું મારી તેમના મૂળ ગામ સુરેલી ગયા હતાં.ત્યારે આવા કોરોના મહામારીનો લાભ ઉઠાવી ગઈ કાલે રાત્રે કોઈ અજાણ્યા ચોરોએ ઘરના મેઈન દરવાજાનું તાળું તોડી અંદર તિજોરીનું લોક તોડી અંદર મૂકી રાખેલા સોના ચાંદીના દાગીનામાં બે સોનાની વીંટી, ત્રણ ચાંદીની જાજરી,એક ચાંદીનો આંકડો આ બધાની કુલ કિંમત રૂ.8200/- અને રોકડ રકમ રૂ.17000/- એમ કુલ મળી રૂ.25,200/- ની ઘરની તિજોરીમાંથી કોઈ અજાણ્યા ચોર ઈસમો ચોરી કરી ભાગી ગયા હતા અને ત્યારબાદ બાજુમાં આવેલી ચામુંડા સોસાયટીમાં પણ બે મકાનોના તાળા તૂટેલા છે તેવું જાણવા મળ્યું હતું.આ તમામ વિગતની જાણ ઘરમાલિક દ્વારા કાલોલ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલ છે.
રિપોર્ટર-ભાવિનભાઈ પરમાર કાલોલ
કાલોલ ના પુરુષોત્તમ નગર સોસાયટીમાં ગઈ કાલે રાત્રે કોરોના મહામારીનો લાભ ઊઠાવી ઘરના તાળા તોડયાં
Views 61