બ્યુરો રિપોર્ટ -ભાવિનભાઈ પરમાર કાલોલ પંચમહાલ
કાલોલ તાલુકાના અનેક ગામોમાં રહસ્યમયી ઉડતા ડ્રોનથી ગામડાઓમાં લોકોમાં ભયનો માહોલ દેખાયો.
પ્રાપ્ત માહિતી મુજબ કાલોલ પંથક વિસ્તારમાં એક અઠવાડિયા અગાઉ અને રવિવારે રાત્રિના સુમારે બાકરોલ, અલિન્દ્રા, કાતોલ, બરોલા, શામળદેવી, ખડકી, બેઢિયા પટ્ટી ઉપરાંત અડાદરા, પરુણા, ભૂખી, આથમણા સહિતના અનેકવિધ ગામોમાં અમુક રહસ્યમય સંજોગોમાં લાલપીળી લાઈટો સાથે ઉડતા ડ્રોનથી ચકચાર મચી જવા પામી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કાલોલ તાલુકા વિસ્તારમાં પાછલા પંદર વીસ દિવસોથી અલગ અલગ વિસ્તારોના અનેક ગામોમાં રાત્રીના સુમારે રહસ્યમય રીતે ઉડતા ડ્રોન જોવા મળી રહ્યા છે, જે મધ્યે તાજેતરમાં ફરી એકવાર રવિવારે રાત્રે અનેક ગામોમાં રહસ્યમયી ડ્રોન જોવા મળતા ગામલોકોમાં અજંપાભરી સ્થિતિ સર્જાઈ છે, રહસ્યમયી ઉડતા ડ્રોનના માહોલને કારણે ખાસ કરીને કોઈ અજાણ્યા ઈસમો દ્વારા ચોરી કરવા માટે સર્વે કરતા હોવાની, પાકિસ્તાન સુધીના બોર્ડર પારના દેશવિરોધી તત્વો દ્વારા ડ્રોન ઘુસાડતા હોવાની અનેક શંકાઓની ગપસપ વચ્ચે સોશિયલ મીડિયામાં પણ ડ્રોન અંગે અફવાઓનું બજાર ગરમ જોવા મળે છે.
જેથી ઉડતા ડ્રોન અંગેની અનેકવિધ પ્રકારની લોકચર્ચાઓએ જોર પકડતા લોકોમાં કુતૂહલ કરતા ભયનો પણ માહોલ સર્જાય રહ્યો છે, જેને પગલે ઘણા ગામડાઓમાં લોકો રાતભર ઉજાગરા કરીને ચોકી પણ કરી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ ઉડતા ડ્રોન અંગે અસરગ્રસ્ત ગ્રામજનો દ્વારા કાલોલ અને વેજલપુર પોલીસ સ્ટેશનમાં પણ જાણ કરવામાં આવે છે પરંતુ પોલીસ ઘટના સ્થળે પહોંચે એ પહેલાં ડ્રોન ગાયબ થઈ જતાં હોવાથી પોલીસ ખાલી હાથે પરત ફરે છે. જેથી ઉડતા ડ્રોન અંગે અનેકવિધ રહસ્ય ઘેરાતું જાય છે.
કાલોલ તાલુકાના અનેક ગામોમાં રહસ્યમયી ઉડતા ડ્રોનથી ગામડાઓમાં લોકોમાં ભયનો માહોલ દેખાયો
Views 147