આર્યન ખાનને હજુ જેલમાં જ રહેવુ પડશે, કોર્ટે નિર્ણય રાખ્યો સુરક્ષિત 

Views 133

આર્યન ખાન આર્થર રોડ જેલમાં બંધ છે

આર્યન ખાનની જામીન પર ચુકાદો અનામત

ડ્રગ્સ કેસમાં આર્યન ખાનની ધરપકડ થઈ હતી 


મુંબઈમાં થયેલી હાઈપ્રોફાઈલ રેવ પાર્ટીમાં પકડાયેલા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને ડ્રગ્સ કેસમાં રાહત મળી નથી. આજે એટલે કે ગુરુવારે તેના જામીન અરજી પર સુનાવણી હતી.
બુધવારે આર્યન ખાનની જામીન અરજી પણ મુંબઈની સેસન્સ કોર્ટમાં સુનાવણી હતી. કોર્ટે એનસીબી અને આર્યન ખાનના વકીલની દલીલો સાંભળ્યા બાદ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખી લીધો હતો. ગુરુવારે કોર્ટે સુનાવણી બાદ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખી લીધો છે, અને આર્યન ખાને હજુ બીજા પાંચ દિવસ જેલમાં જ રહેવું પડશે.
હવે સુનાવણી થશે 20 ઓક્ટોબરે 
જજ વીવી પાટીલે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. આ કેસની આગામી સુનાવણી 20 ઓક્ટોબરે થશે. આર્યન ખાનની જામીન પર ચુકાદો તે જ દિવસે સંભળાવવામાં આવશે. ન્યાયાધીશ વી.વી.પાટીલે કહ્યું કે તેઓ 20 ઓક્ટોબરે પણ વ્યસ્ત છે. તેઓ તે દિવસે જામીન પર સુનાવણી કરવાનો પ્રયત્ન કરશે.
સેશન્સ કોર્ટમાં બુધવારે બપોરે 3 વાગ્યે જામીનની સુનાવણી શરૂ થઈ હતી જે સાંજ સુધી ચાલી હતી. આ પછી  સુનાવણી  14 ઓક્ટોબરના રોજ થવાની હતી. ઉલ્લેખનીય છે કે આર્યન ખાન હાલમાં આર્થર રોડ જેલમાં બંધ છે.

HBN TV NEWS

 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *