અમીરગઢ બોર્ડર પરથી વિદેશી દારૂ સાથે 5.48 લાખના મુદ્દામાલ સાથે પોલીસે એકને ઝડપી પાડ્યો

Views 111

અમીરગઢ બોર્ડર ચેક પોસ્ટ પરથી આઇસર ટ્રકમાં રાખેલી ધાતુની પેટીઓમાંથી પોલીસે વાહન ચેકિંગ દરમિયાન દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ 5 લાખ 48 હજારનો મુદ્દામાલ કબ્જે લઈ ઈસમની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ હાથ ધરી છે.

પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા સરહદી રેન્જ ભુજ તથા બનાસકાંઠા પાલનપુર પોલીસ અધિક્ષક અક્ષયરાજ નાઓએ વિદેશી દારૂની હેરાફેરી રોકી વધુમાં વધુ કેસો કરવા સુચના કરેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક ડો.કુશલ ઓઝા ડીસા વિભાગ ડીસા નાઓના માર્ગદર્શન હેઠળ એમ.આર.બારોટ પો.ઇન્સ અમીરગઢ પોલીસ સ્ટેશનનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના માણસો અમીરગઢ બોર્ડર ચેક પો.સ્ટ ખાતે વાહન ચેકીંગમાં હતા દરમ્યાન રાજસ્થાન તરફથી એક આઇસર ટ્રક નંબર (GJ-05-BU-6368) આવતા તેને રોકાવી ચેક કરતાં તેમાં ટ્રાન્સપોર્ટના પાર્સલો તથા બે ધાતુની પેટીઓ પડેલ હોય જે પેટીઓ શંકાસ્પદ જણાતા તે ખોલી જોતાં તેમાંથી ગે.કા વગર પાસ પરમીટના ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. પોલીસે કુલ 5 લાખ 48 હજાર 500નો મુદ્દામાલ કબ્જે કરી સાથે ચાલક પ્રેમકુમાર રાવતારામ જાતે.લીલર મેઘવાલ (રહે.નરસાલીનાડી તા.બાયતુ જી.બાડમેર રાજસ્થાન) પકડાઇ ગયેલ હોઇ તથા (2) દિલ્હી – રાજસ્થાન ટ્રાન્સપોર્ટની ઓફિસ , જોધપુરના મેનેજર વાળાઓ વિરૂદ્ધ અમીરગઢ પોલીસ સ્ટેશને કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે .

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *