અમદાવાદમાં ઓમિક્રોન વાયરસની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે

Views 142

સિવિલ હોસ્પિટલમાં ઓમિક્રોન વોર્ડ ઉભો કરવામાં આવ્યો

ઓમિક્રોન વોર્ડ 1200 બેડની હોસ્પિટલમાં રખાયો

હાલ 25 પથારીઓ વોર્ડમાં ઉભી કરવામાં આવી

રાજ્યમાં મળી આવેલા ઓમિક્રોન વાયરસ મામલે અમદાવાદમાં તૈયારીઓ શરૂ થઇ છે. જેમાં સિવિલ હોસ્પિટલમાં ઓમિક્રોન વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે. આ ઓમિક્રોન વોર્ડ 1200 બેડની હોસ્પિટલમાં ઉભો કરવામાં આવ્યો છે.


હાલ 25 પથારીઓ ઓમિક્રોન વોર્ડમાં
ગુજરાતમાં ઓમીક્રોનનું સંક્રમણ વધ્યું તો કોઈ પણ સ્થિતિ પહોંચી વળવા પ્રશાસનની તૈયારી છે. જેમાં અમદાવાદ શહેરમાં બહારગામથી આવેલા શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લીધા બાદ ઓમિક્રોન વોર્ડમાં આઇસોલેટ રખાશે. હાલ 25 પથારીઓ ઓમિક્રોન વોર્ડમાં ઉભી કરવામાં આવી છે. તથા વોર્ડમાં વેન્ટિલેટર, ઓક્સિજન સહિતની તમામ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

ગુજરાત માટે પણ ચિંતાના સમાચાર
ઉલ્લેખનિય છે કે ભારતમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનની એન્ટ્રી થઈ ગઈ છે. ત્યારે ગુજરાત માટે પણ ચિંતાના સમાચાર સામે આવ્યા છે. સાઉથ આફ્રિકાથી જામનગર પરત ફરેલ એક શખ્સ કોરોના સંક્રમિત મળ્યો છે. જામનગરમાં શંકાસ્પદ ઓમિક્રોન વેરિઅન્ટ દર્દી નોંધાયો છે. આ દર્દી ગઈકાલે જ જામનગર પરત ફર્યો છે. જેમાં સાઉથ આફ્રિકામાં કહેર મચાવનાર કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનની એન્ટ્રી ભારતમાં થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે તેની પુષ્ટિ કરી છે. ત્યારે જામનગરમાં પણ સાઉથ આફ્રિકાથી પરત ફરેલો એક શખ્સ કોરોના પોઝિટિવ મળ્યો છે. જોકે તેના સેમ્પલની હજી તપાસ બાકી છે. નમૂના પુણે લેબમાં મોકલવામાં આવ્યો છે.

ભારતમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 21
વિશ્વના 38 દેશોમાં ફેલાયેલા કોરોનાનું ઓમિક્રોન વેરિઅન્ટ હવે ભારતમાં પણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. તે કેટલી ઝડપથી ફેલાઈ રહ્યો છે, તેનો અંદાજ આના પરથી લગાવી શકાય છે કે માત્ર 4 દિવસમાં ભારતમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 21 પર પહોંચી ગઈ છે. 2 ડિસેમ્બરે, દેશમાં ઓમિક્રોનનો પહેલો કેસ આવ્યો અને 6 ડિસેમ્બર સુધી, આ પ્રકારના 21 દર્દીઓ મળી આવ્યા છે.

ઓમિક્રોનના 17 નવા દર્દીઓ મળી આવ્યા
રવિવારે એક દિવસમાં ઓમિક્રોનના 17 નવા દર્દીઓ મળી આવ્યા હતા. રાજસ્થાનના જયપુરમાં 9 દર્દીઓ, મહારાષ્ટ્રમાં 7 અને રાજધાની દિલ્હીમાં 1 દર્દી ઓમિક્રોનથી સંક્રમિત જોવા મળ્યા હતા. અત્યાર સુધીમાં ઓમિક્રોન વેરિઅન્ટ રાજધાની દિલ્હી સહિત 5 રાજ્યોમાં ફેલાઈ ચૂક્યું છે. રાજસ્થાનમાં સૌથી વધુ 9, મહારાષ્ટ્રમાં 8, કર્ણાટકમાં 2, દિલ્હી અને ગુજરાતમાં 2 દર્દી નોંધાયા છે.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *