અંજાર શહેરમાં શિક્ષક પરિવાર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું

અંજાર શહેરમાં શિક્ષક પરિવાર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું
Views 141

અંજાર શહેરમાં શિક્ષક પરિવાર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયુંઅંજાર ખાતે રહેતા અને શિક્ષક તરીકે ફરજ બજાવતા મહેશ્વરી જયરામ કૃપાલદાસ ના પરિવાર દ્વારા તેમની માતૃશ્રીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે તારીખ 25/12/2025 ના રોજ અંજાર ખાતે કે.કે.એમ.એસ ગર્લ્સ હાઇસ્કુલ માં સવારે 9:30 થી 1:00 સુધી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમના મુખ્ય ઉદઘાટક તરીકે ત્રિકમદાસજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા તેમજ અતિથિ વિશેષ તરીકે પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઇ આહીર તેમજ અંજાર નગરપાલિકા વિરોધ પક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજા તેમજ પૂર્વ નગરપાલિકા અધ્યક્ષા મતી લીલાવતીબેન પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં ગાંધીધામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ઉમેશભાઈ રુધાણી તેમજ ગાંધીધામ બી.આર.સી લાલજીભાઈ ઠક્કર અંજાર અને ગાંધીધામના પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારો તેમજ શિક્ષક ભાઇ બહેનો અને ગામના અગ્રણીઓ યુવાઓ માતાઓ બહેનો અને સમાજસેવકો બહોળી સંખ્યામાં હાજર હતા. આ કેમ્પમાં 68 બોટલ લોહી એકઠું કરવામાં આવ્યું હતું.આ પરિવાર દ્વારા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ભુજ અને કે.કે.એમ.એસ ગર્લ્સ હાઇસ્કુલ ના આચાર્યશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *