PM મોદીએ કેદારનાથમાં રૂદ્રાભિષેક કર્યો, આદિ શંકરાચાર્યની પ્રતિમાનું અનાવરણ કર્યુ

Views 55

  • PM મોદી ઉત્તરાખંડમાં આવેલા કેદારનાથ ધામમાં કરી વિશેષ પૂજા અર્ચના
  • PM મોદીએ આદિ શંકરાચાર્યની પ્રતિમાનું અનાવરણ કર્યુ
  • બાબા કેદારનાથને વાઘમ્બર વસ્ત્રો અર્પણ કર્યા.
  • કેદારનાથઃ વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે PM મોદીએ કર્યો રૂદ્રાભિષેક, શંકરાચાર્યની  પ્રતિમાનું અનાવરણ | pm narendra modi kedarnath temple uttarakhand |  Gujarati News - News in ...

PM મોદી ઉત્તરાખંડમાં આવેલા સુપ્રસિદ્ધ જ્યોતિર્લિંગોમાં એક કેદારનાથ ધામના શરણમાં પહોંચ્યા છે. કેદારનાથ ધામ 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે. તે ઉત્તરાખંડમાં સ્થિત ચાર ધામોમાંથી એક છે.
મંદિરનો જીર્ણોદ્ધાર આદિ શંકરાચાર્ય દ્વારા કરવામાં આવ્યો હતો.
હાલનું કેદારનાથ મંદિર પાંડવોના મંદિરની બાજુમાં આવેલું છે.
PM મોદીએ આદિ શંકરાચાર્યની પ્રતિમાનું અનાવરણ કર્યુ અને વિશેષ પૂજન અર્ચન કર્યુ.
PM મોદીએ બાબા કેદારનાથમાં રૂદ્રાભિષેક કર્યો હતો. અને હવે વિકાસ કામોની સમીક્ષા કરી રહ્યા છે.
કેદારનાથમાં શંકરાચાર્યની 12 ફૂટ ઊંચી અને 35 ટન વજનની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. ઉત્તરાખંડના કેદારનાથમાં સ્થિત આદિ ગુરુ શંકરાચાર્યની 12 ફૂટ ઊંચી પ્રતિમા મૈસૂરના શિલ્પકારો દ્વારા ક્લોરાઇટ શિસ્ટમાંથી બનાવવામાં આવી છે. ક્લોરાઇટ શિસ્ટ એ એક ખડક છે જે વરસાદ, સૂર્યપ્રકાશ અને કઠોર આબોહવા સામે ટકી રહેવા માટે જાણીતું છે. આ પ્રતિમાનું વજન 35 ટન છે. પર્યટન અધિકારીઓએ જણાવ્યું કે કેદારનાથ મંદિર પરિસરની મૂર્તિને ચમકાવવા માટે તેને નારિયેળ પાણીથી પોલિશ કરવામાં આવી છે.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *