NDPS કોર્ટે રિયા ચક્રવર્તીનું બેંક એકાઉન્ટ ડી-ફ્રીઝ કરવાનો નિર્ણય લીધો

Views 116

કોર્ટે રિયા ચક્રવર્તીના લેપટોપ અને મોબાઇલ ફોન પરત કરવાની અરજીને મંજૂરી આપી

ભિનેતા સુશાંતસિંહ રાજપૂતના નિધનને એક વર્ષથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ હજુ સુધી આ કેસનું રહસ્ય ઉકેલાયું નથી. જોકે સુશાંત કેસની તપાસ વચ્ચે ડ્રગ્સ કેસમાં જેલમાં બંધ અભિનેત્રી રિયા ચક્રવર્તીને એક વર્ષ બાદ થોડી રાહત મળી છે. NDPS કોર્ટે રિયા ચક્રવર્તીનું બેંક એકાઉન્ટ ડીફ્રીઝ કરવાનો નિર્ણય લીધો છે. કોર્ટે રિયા ચક્રવર્તીની તેના બેંક ખાતાઓ ડીફ્રીઝ કરવા અને તેના લેપટોપ અને મોબાઈલ ફેન પરત કરવાની અરજીને મંજૂરી આપી છે. કોર્ટે આમ કર્યું છે કારણ કે આમાં ગ્દઝ્રમ્ દ્વારા કોઈ વાંધો દાખલ કરવામાં આવ્યો ન હતો. કોર્ટ દ્વારા રિયાને આદેશ આપવામાં આવ્યો છે કે જ્યારે પણ જરૂર પડશે ત્યારે રિયાએ તેની બેંક વિગતો શેર કરવી પડશે. રિયાએ તેની અરજીમાં કહ્યું હતું કે તે અને તેનો ભાઈ શૌવિક તેમનો ખર્ચ એ જ બેંક ખાતામાંથી ચલાવે છે જે ગયા વર્ષે ફ્રીઝ કરવામાં આવ્યા હતા. અગાઉ, જ્યારે રિયાએ અરજી દાખલ કરી હતી, ત્યારે   વિશેષ સરકારી વકીલ અતુલ સરપાંડેએ તેનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે રિયાના ખાતામાં જમા થયેલી રકમ ડ્રગ્સ સાથે સંબંધિત હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુ બાદ ડ્રગ્સ એન્ગલ સામે આવ્યા બાદ  ડ્રગ્સ કેસમાં રિયા ચક્રવર્તી અને તેના ભાઈ સૌવિક સહિત ઘણા લોકોની ધરપકડ કરી હતી. જોકે બાદમાં રિયા અને શૌવિકને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા, પરંતુ સુશાંત કેસની તપાસ હજુ પણ ચાલી રહી છે.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *