IRCTCના શેરમાં મોટી ઇન્ટ્રા–ડે મોટી ઊથલપાથલ જોવાઈ
શેર 10 ટકા સેલર સર્કિટમાં રૂ. 822.15 સ્તરે ઓપન થયો
25 ટકા ઘટાડા સાથે રૂ. 639.45ના તળિયા પર ટ્રેડ થયો
ગુરુવારે માર્કેટ બંધ થયા બાદ સરકારે કંપનીને કન્વેયન્સ ફીમાં 50 ટકા હિસ્સો રેલવે મંત્રાલયને આપવો પડશે તેવું જણાવતાં શુક્રવારે આઈઆરસીટીસીનો શેર 10 ટકા સેલર સર્કિટમાં રૂ. 822.15 સ્તરે ઓપન થયો હતો. જ્યાંથી 5-5 ટકાની વધુ સર્કિટ લિમિટ્સ લાગુ પડી હતી. જોતજોતામાં તે 25 ટકા ઘટાડા સાથે રૂ. 639.45ના તળિયા પર ટ્રેડ થયો હતો. જે તેણે આઠ ટ્રેડિંગ સત્રો અગાઉ દર્શાવેલા રૂ. 6396ની સર્વોચ્ચ સપાટીથી 50 ટકા ધોવાણ દર્શાવતું હતું. કંપનીનો શેર બે સત્રો અગાઉ પાંચ ટુકડામાં વિભાજિત થયો હતો.
જોકે રેલવે મંત્રાલયે આઈઆરસીટીસી પાસેથી કન્વેયન્સ ફીમાં 50 ટકા શેરિંગના નિર્ણયને પરત ખેંચવાની ઓચિંતી જાહેરાત કરતાં શેરમાં તીવ્ર બાઉન્સ જોવા મળ્યો હતો અને તળિયાના ભાવેથી તે 267ના ઉછાળે રૂ. 906 પર ટ્રેડ થયો હતો. ત્યારબાદ સ્થિર બન્યો હતો અને આખરે 7.42 ટકા ઘટાડા સાથે રૂ. 84.570ના સ્તરે બંધ રહ્યો હતો. માર્કેટ વર્તુળોના જણાવ્યા મુજબ સપ્ટેમ્બર સિરીઝમાં આઈઆરસીટીસી કાઉન્ટરમાં શોર્ટ સેલર્સ ભરાઈ પડયાં હતાં અને તેમણે મોટી ખોટ દર્શાવી હતી. જ્યારે ઓક્ટોબરમાં છેલ્લાં બે સપ્તાહમાં લોંગ પોઝિશન લઈને બેઠેલાઓએ મોટી નુકસાની ઉઠાવવાની થઈ છે.
સરકાર દ્વારા આગામી મહિનાઓમાં જંગી ડિસઈન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામને ઘ્યાનમાં રાખીને દિપમ મંત્રાલયે દરમિયાનગીરી કરી હોવાનું વર્તુળો જણાવે છે.
HBN TV NEWS
