CM ભુપેન્દ્ર પટેલની ડ્રેગન ફ્રૂટથી તુલા વિધિ, પરંતુ બોક્સમાંથી નીકળ્યું કંઇક એવું કે… 

Views 66

ભારતીય જનતા પક્ષનું સંગઠન મુખ્યમંત્રીને જાણે ગણકારતા જ ન હોય તેવી ઘટના ભૂજમાં પક્ષ દ્વારા યોજાયેલા સ્નેહમિલન કાર્યક્રમ દરમિયાન બની. આ કાર્યક્રમમાં નવા વર્ષની શુભેચ્છાઓની આપ-લે થાય બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની તુલા વિધિ યોજાઈ હતી. જાહેરાત એવી થઈ કે ડ્રેગન ફ્રૂટ – કમલમ્-થી તુલા વિધિ યોજાશે.

તુલા વિધિ આટોપાઈ. પણ કેટલાકે કુતૂહલવશ તુલા વિધિમાં મુકાયેલા ડ્રેગન ફ્રૂટના બોક્સ ખોલ્યાં તો તેમાં કેળાની લૂમ મુકી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો. દેખીતી રીતે જ ભાજપના જ હોદ્દેદારોએ મુખ્યમંત્રી સાથે અને તેમની પ્રતિષ્ઠાના સંદર્ભમાં છેતરપિંડી આચરી હતી. ખુદ CM પણ કફોડી સ્થિતિમાં મુકાઈ ગયા હતા. આ કાર્યક્રમના સ્થળ અંગે પણ છેલ્લી ઘડીએ ફેરફારો થતાં અનેક કાર્યકરો ધક્કે ચડયા હતા.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *