BJP મંત્રી હરિ ભૂષણ ઠાકુરની ચીમકીઃ બિહારમાં ‘પઠાણ’ રિલીઝ નહીં થવા દઈએ

BJP મંત્રી હરિ ભૂષણ ઠાકુરની ચીમકીઃ બિહારમાં ‘પઠાણ’ રિલીઝ નહીં થવા દઈએ
Views 172

BJP મંત્રી હરિ ભૂષણ ઠાકુરની ચીમકીઃ બિહારમાં ‘પઠાણ’ રિલીઝ નહીં થવા દઈએ

– ‘પઠાણ’ ફિલ્મના નિર્માતાઓ દેશની સનાતન સંસ્કૃતિને નબળી પાડવાનો ગંદો પ્રયાસ કર્યો છેઃ  હરિ ભૂષણ ઠાકુર

– ભગવો રંગ સનાતન સંસ્કૃતિનું પ્રતીક છેઃ હરિ ભૂષણ ઠાકુર

શાહરૂખ ખાનની અપકમિંગ ફિલ્મ ‘પઠાણ’ને અનુલક્ષીને ચાલી રહેલો વિવાદ રોકાવાનું નામ નથી લઈ રહ્યો. દરરજો કંઈક ને કંઈક નવી ટિપ્પણી આવતી રહે છે. મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ દીપિકા પાદુકોણની બિકિનીના રંગ પર સવાલ ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે આ ગીતમાં ભગવો રંગ અને લીલો રંગ વાંધાજનક છે. તેમની આપત્તિ બાદ દરેક જગ્યાએથી વિરોધના અવાજો ઉઠી રહ્યા છે. હવે બિહારમાં BJP મંત્રી હરિ ભૂષણ ઠાકુર બલોચે ‘પઠાણ’ ફિલ્મને બિહારમાં રિલીઝ થવાથી રોકવાની ધમકી આપી છે. 

બલોચનું કહેવું છે કે, આ ફિલ્મના નિર્માતાઓ દેશની સનાતન સંસ્કૃતિને નબળી પાડવાનો ગંદો પ્રયાસ કર્યો છે. ભગવો રંગ સનાતન સંસ્કૃતિનું પ્રતીક છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘સૂર્યનો રંગ ભગવો છે અને તે અગ્નિનો રંગ પણ છે. આ બલિદાનનો રંગ છે. ફિલ્મ મેકર્સે ભગવા રંગને બેશર્મ બતાવી દીધો છે જે ખૂબ જ ખોટું છે અને તેના પર સવાલ ઉઠાવવા જોઈએ. એક્ટ્રેસનો ટૂંકો ડ્રેસ અશ્લિલતા  દર્શાવે છે. આ કારણે દેશના મોટાભાગના લોકો ફિલ્મના બહિષ્કારની માંગણી કરી રહ્યા છે.’ 

હરિભૂષણ ઠાકુરે કહ્યું હતું કે અમે આ ફિલ્મને બિહારમાં રિલીઝ નહીં થવા દઈએ. તેમણે વધુમાં કહ્યું હતું કે કાર્યકર્તા થિયેટરની બહાર આ ફિલ્મનો વિરોધ કરશે. તમને જણાવી દઈએ કે બલોચના નિવેદન બાદ વિવાદ વધી રહ્યો છે. આ ફિલ્મ વિશે લગભગ દરેક વ્યક્તિ પોતાપોતાના મંતવ્યો શેર કરી રહ્યું છે. 

આ સિવાય દેશના જુદા-જુદા રાજ્યોમાં ફિલ્મને લઈને ખૂબ જ હોબાળો ચાલી રહ્યો છે. ક્યાંક પુતળા સળગાવવામાં આવી રહ્યા છે તો ક્યાંક વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *