પાટણ જિલ્લાના વણ ઉકેલાયેલા ચોરી વાંહનચોરી ઘરફોડી સહિત ના ગુના નો ભેદ ઉકેલતી પાટણ પોલીસ

Views 69

પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં વણ ઉકેલાયેલા ચોરી, ઘરફોડ ચોરી, વાહનચોરી સહિત નાં મિલ્કત સંબધી સહિતના ગુન્હાહિત બનાવોના ભેદને ઉકેલવા ભુજ રેન્જ આઈજીની સુચના મુજબ જિલ્લા પોલીસવડાનાં માગૅદશૅન હેઠળ પાટણ જિલ્લાની પોલીસ દ્વારા ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે ત્યારે રાધન પુર પોલીસ દ્વારા ગતરોજ વાહન ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા પાંચ શખ્સોને ચોરીના મુદ્દામાલ સાથે આબાદ ઝડપી લઇ જિલ્લા પોલીસવડા સમક્ષ રજૂ કરી આગળની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.રાધનપુર પોલીસ દ્વારા ઝડપાયેલા વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલા શખ્સોની વિસ્તૃત માહિતી આપતા જિલ્લા
પોલીસ વડા અક્ષય રાજ મકવાણા જણાવ્યું હતું કે પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં વણ ઉકેલાયેલા ગુનાહિત બનાવોને ઉકેલવા પાટણ જિલ્લાની પોલીસને સુચના આપવામાં આવી હોય જે સૂચનાને અનુલક્ષીને રાધનપુર પોલીસ દ્વારા આવાં ગુન્હાઓના ભેદને ઉકેલવા માટે ટેકનિકલ સર્વેલન્સ અને હયુમન ઇન્ટેલિજન્સ ની મદદ વડે વોચ ગોઠવી તેમજ અસરકારક વાહન ચેકિંગની કામગીરી હાથ ધરતાં ગતરોજ વાહનચોરીના ગુનામાં સંડોવાયેલા પાંચ શખ્સોને ઝડપી લઇ તેઓને પોલીસ મથકે લાવી પુછપરછ કરતાં તેઓએ પાટણ, મહેસાણા, બનાસકાંઠા અને અમદાવાદ ગ્રામ્ય વિસ્તારો માંથી અનેક વાહન ચોરી, મોબાઇલ ચોરી સહિતના ગુના આચર્યા હોવાની કબુલાત કરતા પોલીસે તેઓની પાસેથી થી તમામ મુદ્દામાલ હસ્તગત કરવામાં આવ્યો હોવાનું તેમજ અન્ય ગુનાઓમાં ઉપરોક્ત શખ્સો સંકળાયેલા છે કે કેમ તેની તપાસ માટે રિમાન્ડ પર મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવનાર હોવાનું જિલ્લા પોલીસ વડા એ જણાવ્યું હતું..વાહન ચોરીના ગુનામાં ઝડપાયેલા પાંચ શખ્સો
રબારી મહાદેવ ભાઈ દેવાભાઈ રહે,ઉન,તા, કાંકરેજ જી.બ.કા.ઠાકોર અશોકભાઈ જેનતી ભાઈ રહે.ધરવડી.તા. રાધનપુર જિ. પાટણ,રબારી અમૃતભાઈ દાનાભાઈ રહે,ઉન, તા.કાકરેજ,જી.બ.કા.ઠાકોર બલાસંગભાઈ કાનાજી રહે,માંડવીયા,તા.રાધનપુર જી.પાટણ,ઠાકોર મહેશભાઈ ઉર્ફે ટપુડો મેલાભાઈ રહે,નજુપુરા, તા.રાધનપુર જી.પાટણ હોવાનું જણાવ્યું હતું.તો તેમની સાથે સંકળાયેલા અન્ય એક શખ્સ રબારી પ્રભાતભાઈ રઘુભાઈ રહે,શુબાપુરા તા.શંખેશ્વર જી.પાટણને ઝડપી લેવાનાં ચક્રોગતિમાન કર્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.પોલીસ દ્વારા રિકવર કરાયેલ મુદ્દામાલ૨ ટ્રેક્ટર,૧ ટ્રેક્ટર ટ્રોલી,૩ રિક્ષાઓ,૨ મોટરસાયકલ,૨ મોબાઇલ,૨ રિક્ષા ટાયર તમામ મળી કુલ રૂ.૯.૪૦ લાખનો મુદ્દામાલ રિકવર કરાયેલ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *