પંચમહાલ હાલોલ ના ગાયત્રી પ્રસુતિગૃહ હોસ્પિટલના ડૉક્ટર ની બેદરકારી ને કારણે નવજાત શિશુ અને તેની માતાનું મૃત્યુ

Views 66

પ્રાપ્ત માહિતી મુજબ પંચમહાલ જિલ્લાના ના હાલોલ તાલુકા ના ત્રિકમપુરા ગામ ની મનિશાબેન રાજેશ ચૌહાણ ઉ.21 ની ગર્ભવતી થતા છેલ્લા નવ મહિનાથી હાલોલ ની ગાયત્રી પ્રસૂતિગુહ હોસ્પિટલ માં દવા ચાલતી હતી. ગત રોજ મનીશા ને પ્રસુતીનો દુખાવો ઉપડતા ગાયત્રી હોસ્પિટલ માં લવાઈ હતી જ્યાં તેની નોર્મલ પ્રસૂતી બાદ પુત્ર ને જન્મ આપ્યો હતો. પ્રસૂતી બાદ મનીશા ને રક્તસ્રાવ શરૂ થયો હતો તો બીજી તરફ નવજાત બાળક ની તબિયત પણ લથડતા તેને વડોદરા રીફર કર્યો હતો દરમિયાન મનિશા ની પણ તબિયત વધુ ખરાબ થતા તેને પણ વડોદરા રીફર કરાઈ હતી દરમિયાન સાંજે નવજાત બાળકનું અને મોડી રાત્રે મનીસા નું પણ મોત નિપજતા પરિવાર પર આભ તુટી પડ્યું હતું.સતત નવ મહિના સુધી હાલોલની ગાયત્રી હોસ્પિટલ માં નિયમિત ચેકઅપ કરાયા બાદ પણ માતા પુત્ર ના મોત નિપજતા પરિવારજનો એ હોસ્પિટલ ના ડોક્ટર ની નિષ્કાળજી ને લીધેજ બન્ને ના મોત થયા ના આક્ષેપો પોલીસ સમક્ષ કરી ડોક્ટર અને કસુરવારો સામે કડક માં કડક કાર્યવાહી કરવા પોલિસ અને મીડિયા ને જણાવ્યું છે.બીજી તરફ હાલોલ શહેર પોલિસે હાલ અકસ્માત મોત ની નોંધ કરી મૃતદેહ નું પેનલ ડોકટરો દ્વારા પી એમ કરાવા મૃતદેહ ને રેફરલ હોસ્પિટલ માં લવાયો હતો.પીએમ શરૂ થાય તે પહેલાં જ રેફરલ ના ડોકટરો ને કોઈ શંકા જતા પીએમ અટકાવ્યું હતું અને પીએમ માટે મૃતદેહ ને વડોદરા સયાજી હોસ્પિટલ માં લઇ જવા પોલીસ ને જણાવતા રાત્રે મૃતદેહ ને વડોદરા લઈ જવાની તજવીજ હાથ ધરાઈ હતી ઘટના અંગે અનેક સવાલો એ સ્થાન લીધું છે મારી બહેન ની નવ મહિનાથી ગાયત્રી હોસ્પિટલ માં દવા ચાલતી હતી. હાલોલ ના ત્રિકમપુરા ની મહિલા ની ગાયત્રી હોસ્પિટલ માં પ્રસૂતા બાદ નવજાત બાળક અને માતા નું મોડી રાત્રે વડોદરા હોસ્પિટલ માં મોત નિપજતા પોલિસે અકસ્માત મોત ની નોંધ કરી પીએમ માટે હાલોલ રેફરલ હોસ્પિટલ માં મૃતદેહ ને લવાયો હતો જ્યાં ફરજ પર ના તબીબે મૃતદેહ નું ફોરેન્સિક મેડિકલ ટિમ દવારા પીએમ કરાવાની જરૂર હોય મૃતદેહ ને વડોદરા સયાજી હોસ્પિટલ માં લવાયો છે જ્યાં ફોરેન્સિક મેડિકલ ની પેનલ ડોક્ટર ટિમ દ્વારા પી એમ કરવામાં આવશે. રિપોર્ટ આવ્યા બાદ આગળ ની કાર્યવાહી કરવામાં આવશે.તેવું સ્થાનિક અધિકારી દ્વારા જાણવા મળ્યું હતું.
રિપોર્ટર-નવનીતભાઈ ગોહિલ હાલોલ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *