હાલમાં જ્યારે કોરોના વૈશ્વિક મહામારી માં શાળાઓ બંધ છે પરંતુ શિક્ષણ બંધ નથી બાળકો વાંચનની ટેવ ભૂલી ન જાય તે માટે બાકરોલ શાળાના આચાર્ય શ્રી સતિષભાઈ પ્રજાપતિ ઘરે ઘરે જઈને પુસ્તકનું વિતરણ કરે છે આ માટે તેઓ રોજ સવારે એક કલાક સમય આવે છે. શાળાના વધુમાં વધુ વિદ્યાર્થીઓ સાથે પહોંચી શકાય તે માટે તેઓ પોતાની સાથે પોતાના સાથી મિત્રો ને સાથે લઈ ગાડી પર ફળિયે ફળિયે જાય અને બાળકોને પુસ્તકો વિતરણ કરવામાં આવી રહ્યા છે. જ્યારે શાળા ચાલુ હોય ત્યારે દર બુધવારે પુસ્તક પરિચય નામનો સાંજના એક તાસ ગોઠવવામાં આવે છે જેમાં બાળકોને વિવિધ પુસ્તકો વાંચવા માટે આપવામાં આવે છે. પણ હાલ શાળા બંધ છે જેના કારણે વિદ્યાર્થીઓ લાયબ્રેરીમાં આવી શકતા નથી અને પુસ્તકનું વાંચન કરી શકતા નથી તેથી આ પ્રવૃત્તિ શરૂ કરી છે. આ સાથે દરેક બાળકને પુસ્તક પરિચય નામનું એક પેજ સાથે આપવામાં આવ્યું છે જેમાં બાળક કે જે પુસ્તક વાંચ્યું છે તેનો ટૂંકમાં સાર તે પેજ માં લખી અને ત્યારબાદ તે તેજ પોતાના વાલી મારફત શાળા સુધી પહોંચતું કરશે. મુખ્ય આશય એજ કે બાળકો શિક્ષણ તો મેળવીજ રહ્યા છે જ્યારે સાથે સાથે વિશેષ વાંચન પણ કરી શકે એ માટે એક નવતર પ્રયોગ શાળાના આચાર્યશ્રી દ્રારા કરવામાં આવ્યો છે જેમાં શાળાના મોટાભાગના બાળકો આ હરતી ફરતી લાઈબ્રેરી નો લાભ લેશે જેનો આનંદ વ્યક્ત કર્યો હતો.
બ્યુરો રીપોર્ટ પંચમહાલ-ભાવિનભાઈ પરમાર
બાળકો વાંચન તો ભૂલી ના જાય તે માટે કાલોલ ના એક આચાર્ય દ્વારા ઘરે ઘરે પુસ્તક અભિયાન શરૂ કરાયું.
Views 51