પંચમહાલ હાલોલના ઉજેતી રોડ પર આવેલી સન ફાર્મા કંપની દ્વારા દુષિત ગંદુ અને ખરાબ દુર્ગંધ મારતું પાણી ઉજેતી ગામની ગટર લાઇનમાં છોડતા ઉજેતી ગ્રામજનો દ્વારા હોબાળો મચાવ્યો.

Views 64

પંચમહાલ હાલોલના ઉજેતી રોડ પર આવેલી સન ફાર્મા કંપની દ્વારા દુષિત ગંદુ અને ખરાબ દુર્ગંધ મારતું પાણી ઉજેતી ગામની ગટર લાઇનમાં છોડતા ઉજેતી ગ્રામજનો દ્વારા હોબાળો મચાવ્યો.

પ્રાપ્ત માહિતી મુજબ બાસ્કા ઉજેતી રોડ પર આવેલી સન ફાર્મા કંપની દ્વારા આરસીસી રોડ તોડીને ઉજેતી ગ્રામ તરફ જતી ગટરલાઇનમાં અંડર ગ્રાઉન્ડ પાઇપલાઇન મારફતે દુર્ગંધ મારતું પાણી છોડવામાં આવે છે. ગઈકાલે બપોરે અચાનક ઉજેતી ની ગટરમાં ગંદુ દૂષિત અને દુર્ગંધ મારતું પાણી આવતા ઉજેતી ગ્રામજનો ના ટોળા ઉમટી પડ્યા. ઉજેતી ગ્રામ લોકોનું કહેવું છે કે આ સન ફાર્મા કંપની દ્વારા વારંવાર આવું ગંદુ દૂષિત પાણી છોડવામાં આવે છે. સન ફાર્મા કંપનીને વારંવાર રજૂઆત કરવામાં આવે છે પણ કંપનીની આંખો ઉઘડતી નથી . તો શું સન ફાર્મા કંપની કોઈ મોટો રોગચાળો ફેલાય તેની રાહ જોઈને બેઠી છે .
હાલ કોરોનાની મહામારી સામે લોકો લડી રહ્યા છે અને બીજી બાજુ સન ફાર્મા કંપની દ્વારા આવું ગંદુ દૂષિત પાણી અને દુર્ગંધ મારતું પાણી ગટરમાં છોડવામાં આવે છે. જો કોઈ મોટો રોગચાળો ફેલાશે તો આનો જવાબદાર કોણ ? અને આ ગંદુ પાણી કોઈ પશુઓ પાણી પીશે અને મરશે તો એનો જવાબદાર કોણ ? સન ફાર્મા કંપની દ્વારા ઉજેતી ગ્રામજનોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહી છે. જો કોઈ મોટું ભયંકર રોગચાળો ફેલાશે તો એનો જવાબદાર કોણ ?
રીપોર્ટર નવનીત ભાઈ ગોહિલ હાલોલ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *