પંચમહાલ હાલોલના પાવાગઢ પોલીસ દ્વારા ખાનગી રાહે બાતમી ના આધારે પાવાગઢ ફોરેસ્નાકા આગળ દારૂની હેરાફેરી કરતા ૪૭૦૦/ રૂપિયાના મુદ્દામાલ સાથે એક ઈસમની અટકાયત કરી Covid-19 ટેસ્ટ કરવા માટે તજવીજ કરવામાં આવ્યો.
પ્રાપ્ત માહિતી મુજબ પાવાગઢ પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે પાવાગઢ ફોરેસ્નાકા આગળ એક ઈસમ કાળા રંગના બે સ્કૂલના બેગમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની હેરાફેરી કરે છે તેવી બાતમીના આધારે નજીકમાંથી બે પંચના માણસો ને બોલાવી બાતમી વાળી જગ્યાએ જઈ તેનું નામ ઠામ પુછતા તેને પોતાનું નામ રાજેશભાઈ સુરસીંગભાઈ રાઠવા ઉ.વ ૩૦,રહે ખરખડી ગામ ડુંગરી ફળિયુ. તા. ઘોઘંબા , જી .પંચમહાલ ના હોવાનું જણાવેલ છે. ત્યારબાદ તેની બેગ ને ખોલીને જોતા ભારતીય બનાવટના બીયરના ૫૦૦ મી.લી ના ટીન જે ગણીને જોતા કુલ ૪૭ નંગ હતા. જેની ટોટલ કિંમત ૪૭૦૦/- રૂપિયા ના મુદ્દામાલ સાથે એક ઈસમને તપાસ અર્થે કબજે લીધેલ છે. હાલમાં કોરોના ની મહામારી ચાલતી હોવાને કારણે તેને covid-19 ટેસ્ટ કરાવવા તાજવીજ કરવામાં આવેલ છે. અને પાવાગઢ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી.
રીપોર્ટર નવનીત ભાઈ ગોહિલ હાલોલ

Views 63