પંચમહાલ:-વેજલપુર પોલિસ સ્ટેશન માં ફરજ બજાવતાં ટ્રાફિક બ્રિગેડ ના જવાન ઉપર અજાણ્યા ઈસમોએ એસિડ ફેંકી નુકસાન કર્યું

Views 62

પંચમહાલ:-વેજલપુર પોલિસ સ્ટેશન માં ફરજ બજાવતાં ટ્રાફિક બ્રિગેડ ના જવાન ઉપર અજાણ્યા ઈસમોએ એસિડ ફેંકી નુકસાન કર્યું
ગોધરા તાલુકાના જીતપુરા ગામ ના લાડુપુરા ડેરી વાળા ફળિયામાં રહેતા પંકજભાઈ સંતોષભાઈ બારીયા છેલ્લા ૨૦૧૪થી ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવે છે અને તારીખ ૦૧/૧૧/૨૦૧૮ ના રોજ થી વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટીઆરબી જવાન તરીકે ફરજ બજાવે છે. તેઓની ફરજ વેજલપુર બસસ્ટેન્ડ વિસ્તારમાં સવારના આઠ થી સાંજના સાત વાગ્યા સુધી હોય છે જે ગત તારીખ ૭ સપ્ટેમ્બરના રોજ તેઓ પોતાની ફરજ બજાવી સાંજે ૭:૩૦ વાગ્યે ઘરે જતા હતા તે દરમિયાન ખરસાલીયા ફાટક થઈ તેના ગામના સીમાડા ઉપર નાળું પસાર કરીને મોટરસાયકલ ઉપર જતા વળાંકમાં આગળ ડાબી બાજુ જાડી જાખડામાં છુપાયેલા અજાણ્યા ઈસમો માંથી કોઈ એક ઈસમ દ્વારા આ ટીઆરબી જવાન ઉપર અચાનક પ્રવાહી જેવુ ફેંકતા જમણી બાજુ કપાળમાં આંખના ભાગે છાતીના ભાગે આ પ્રવાહી પડતાં તેને બળતરા થવા લાગી હતી અને આ પ્રવાહી એસિડ હોવાની તેને ગંધ આવતા આ માણસો ફરીથી એસિડ ફેક્શે તેવા ડર થી મોટરસાઇકલ ઉભી રાખ્યા વગર આગળ નીકળેલા અને આગળ જતી એક મોટર સાયકલને ઓવરટેક કરી ઊભી રખાવતા તેમના ગામના ત્રણ ઈસમો તે મોટરસાયકલ પર હતા તેઓને વાત કરતા તેઓએ તાત્કાલિક ઘરે લઇ ગયા હતા ત્યાંથી ૧૦૮ ને ફોન કરતા ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે દવા સારવાર માટે દાખલ થયેલા. જ્યાંથી તેઓએ પોતાની પોલીસ ફરિયાદ નોંધાવતા વેજલપુર પોલીસે અજાણ્યા ઇસમો સામે ગુનો દાખલ કરી વેજલપુર પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરી છે
રિપોર્ટર-ભાવિનભાઈ પરમાર કાલોલ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *