નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીન ભાઈ પટેલના મહેસાણા શહેરમાં વિકાસ ગાંડો થયો?????!!!
જવાબ માંગતી શહેર ની પ્રજા…
ટેક્ષ ભરતી પ્રજાને સુવિધા ક્યારે ???
–
——————————–
મહેસાણા શહેર ની પ્રજા છેલ્લા કેટલાક સમયથી રસ્તા ઉપર રખડતી ગાયો ને કારણે તકલીફ સહન કરી રહી છે. આપ ઉપર ના ફોટા રાધનપુર રોડ ના જોઈ ને વિચારતા થશો કે આ કોઈ ગૌશાળા નો રોડ છે કે રાધનપુર જતો હાઇવે રોડ?? ફક્ત ગાયો નો ત્રાસ શિવાય શહેરના રોડ તૂટી જવાનાં કારણે ઉડતી ધૂળ ની ડમરીઓ નો વાહન ચાલકો ને પરેશાન કરી રહી છે.એક બાજુ ગાયો અને બીજી ધુળની ડમરીઓ થી વાહન ચાલકો ને અકસ્માત નો ભોગ બનવાની શક્યતા સતત રહેતી હોય છે.આ એક જ રોડ ની વાત નથી પરંતુ શહેરના વિવિધ માર્ગો પર પણ આજ પરિસ્થિતિ આપને જોવા મલશે.પરંતુ આ અંગે નું સત્તા લાલસુ વહીવટી તંત્ર ને પ્રજાની પરેશાની દેખાતી નથી.મહેસાણા ની પ્રજા હવે શાસક પક્ષ ને લાવી ને છેતરાઇ ગયા નો મનોમન અહેસાસ કરી રહી છે.નાયબ મુખ્ય મંત્રી શ્રી નિતીન ભાઈ પટેલ સાહેબના વહીવટી તંત્ર ને પ્રજા પાસે થી દંડ ફટકારી વસુલી કરવાની સોપારી આપી હોય તેવું શહેરની પ્રજા અનુભવી રહી છે.માનનીય અધ્યક્ષ શ્રી પાટીલ સાહેબ ના ઉત્તર ગુજરાત ગુજરાત ના પ્રવાસ દરમિયાન સાચા અર્થમાં લોકશાહી નું હનન ચોક્કસ થયું છે તેવી જાગૃત પ્રજા એ નોંધ લીધી છે.આમ જનતાને દંડ અને સોશ્યલ ડીસ્ટેન્સ નો કાયદો તો એ કાયદો પાટીલ સાહેબ ને લાગુ ના પડે ???? ગંભીર વિચારવા જેવી વાત છે.
નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીન ભાઈ પટેલના મહેસાણા શહેરમાં વિકાસ ગાંડો થયો?????!!! જવાબ માંગતી શહેર ની પ્રજા… ટેક્ષ ભરતી પ્રજાને સુવિધા ક્યારે ???
Views 170