પંચમહાલ:-કાલોલ પોલીસ નો જુગારીઓ સામે સપાટો રૂ.૩,૨૦,૩૯૦ ના મુદામાલ સાથે અલવા ગામેથી જુગારીઓને ઝડપી પાડ્યાં છે
કાલોલ પોલીસ સ્ટેશનના અજમાયશી નાયબ પોલીસ અધિક્ષક સાહેબ ને ખાનગી બાતમી મળેલ કે કાલોલ નાઅલવા ગામે ખુલ્લા ખેતરમાં કેટલાક ઈસમો પ્લાસ્ટિક બાંધી પત્તા પાના વડે હારજીત નો જુગાર રમી રમાડે છે.
તેજ સમયે કાલોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં સીનીયર પો.સ.ઈ શ્રી એમ.એલ.ડામોર અને એલ.એ.પરમાર તથા ફરજ પરના અન્ય પોલીસ સ્ટાફ સાથે અલવા ગામની સીમમાં રેડ કરતાં કેટલાક ઈસમો ખુલ્લા ખેતરમાં ઝાડ નીચે પ્લાસ્ટીક બાંધી ગોળ કુંડાળું કરી જુગાર રમતાં હતા.જેમાં પાંચ ઇસમોને દોડીને પકડી પાડ્યાં હતા.અને બીજા ઈસમો ભાગી ગયા હતાં. તથા સ્થળ ઉપર એક ઈકો ગાડી પણ પડેલ હતી.આમ પકડાયેલ ઈસમોનું નામ સરમાંનું પૂછતાં નીચે પ્રમાણે જણાવ્યું હતું.
(૧)લાલસિંગ ઉર્ફે લાલો ગંગાસિંગ ગોરખા
મુ.ગોરવા પંચવટી સોસાયટી-૪૨ વડોદરા.
(૨)સુરેશકુમાર કલ્યાણસિંહ બારીયા
મુ.વૈકુંઠ સોસાયટી ,હાલોલ .
(૩)કિશોરભાઈ વસંતરાવ ચૌહાણ
મુ.કોયલી ફળિયા હુંજરાતપાકા
વડોદરા
(૪)મહેશભાઈ બાબુભાઈ માછી
મુ.ગાજરાવાડી,વડોદરા.
(૫)રાજેશકુમાર રમેશભાઈ બારીયા
મુ.લીમડી ફળિયું ,હાલોલ.
આમ જાહેરમાં ખુલ્લામાં પત્તા-પાનાથી પૈસા તથા જુદા જુદા પ્લાસ્ટિકના કોઈન વડે હારજીતનો જુગાર રમી રમાડતાં કાલોલ પોલીસની રેડ દરમિયાન જુગારના દાવ ઉપરથી મળી આવેલ કુલ રૂ.૪૪૭૦/-તથા આરોપીઓ ની અંગ ઝડતી માંથી મળી આવેલ કુલ રૂ.૧૦,૯૨૦/-તથા મોબાઈલ નંગ-૨ ની કિંમત રૂ.૫૦૦૦/- તથા ઇક્કો ગાડીની કિંમત રૂ.૩,૦૦,૦૦૦/-મળી કુલ રૂ.૩,૨૦,૩૯૦/-ના મુદ્દામાલ તથા જુદા જુદા કલરનાં પ્લાસ્ટીકના દાવ ઉપરથી કોઈન નંગ-૪૨ તથા અંગ ઝડતીમાંથી કોઈન નંગ-૭૨ મળી કુલ કોઈન નંગ-૧૧૪ સાથે આરોપીઓને જાહેરમાં ખુલ્લામાં પત્તા- પાનાથી પૈસા તથા જુદા જુદા કલરના પ્લાસ્ટિકના કોઈન વડે હાર જીતનો જુગાર રમી રમાડી હાલમાં ચાલતાં કોરોના વાયરસ સંક્રમણ અન્વયે જિલ્લા મેજિસ્ટ્રેટ પંચમહાલ ગોધરાનાઓના જાહેર નામાનો ભંગ કરી પકડાઈ ગયેલ હોય તેમના સામે જુગાર ધારા કલમ ૧૨ તથા ઈ. પી.કો કલમ ૧૮૮ મુજબ અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રિપોર્ટર-ભાવિનભાઈ પરમાર કાલોલ
પંચમહાલ:-કાલોલ પોલીસ નો જુગારીઓ સામે સપાટો રૂ.૩,૨૦,૩૯૦ ના મુદામાલ સાથે અલવા ગામેથી જુગારીઓને ઝડપી પાડ્યાં છે
Views 58