કાલોલ ના ભાદરોલી બુજર્ગ ગ્રામપંચાયત અને ગામલોકો દ્વારા કાલોલ MGVCL માં આવેદનપત્ર આપ્યુ.

Views 61

કાલોલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતાં લોકો છેલ્લાં ઘણા સમયથી અવારનવાર MGVCL ને લઈને પરેશાન થતા જોવા મળ્યાં છે.એકબાજુ વિશ્વવ્યાપી કોરોના ની મહામારી તો બીજી બાજુ આવા અનેક પ્રશ્નો ને લઈને કાલોલ ની પ્રજા હેરાન થતી જોવા મળે છે.ત્યારે ભાદરોલી બુજર્ગ ગામમાં પણ છેલ્લા એક મહીનાથી વારંવાર વિજપ્રવાહ સતત બંધ થઈ જાય છે.તો તેને લઈને ગામના બાળકો ,મહિલાઓ ,વડીલો પણ વિજપ્રવાહ કાપી લેવાથી હેરાન થાય છે અને લાઈટ,પંખા બધું જ બંધ થઈ જવાને કારણે મચ્છરોના ત્રાસથી પરેશાન છે.આવા કોરોના મહામારીના કારણે બાળકોની શાળાઓ પણ બંધ છે તેથી તે પણ આખો દિવસ ઘરે રહીને જ અભ્યાસ કરતાં હોય છે અને વધારે ઉંમરના વડીલો પણ મોટા ભાગે ઘરે જ રહે છે તેથી બધા જ હેરાન -પરેશાન થાય છે તેથી ભાદરોલી બુજર્ગ ગ્રામપંચાયત અને ગામલોકો ભેગા મળીને કાલોલ MGVCL ના જવાબદાર અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું.અને ગામમાં તેનું રેગ્યુલર નિરાકરણ થાય તેવું પણ રજુઆત કરવામાં આવી.આમ કાલોલ ના મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારમાં પ્રિમોનસુન કામગીરી ના અભાવના કારણે આવું બનતું હોય તેવું જાણવા મળ્યું છે. આ વર્ષે સતત આ કાલોલ MGVCL ને લઈને ગ્રામ્ય વિસ્તારમાંથી અનેક સવાલો ઉભા થયા છે.હાલ ચોમાસા ને લઈને પ્રિમોનસુન કામગીરીમાં કરકસ ભરી કામગીરી પણ સામે આવી છે.તથા કાલોલ ભાદરોલી ના ગામલોકો દ્વારા એવું પણ કહેવામાં આવ્યું કે અમારા ગામનું જલ્દીથી નિરાકરણ નહિ કરવામાં આવે તો અમે ઉચ્ચ અધિકારી ને રજુઆત કરીશું.કારણ કે જ્યારે લાઈટ બિલના નાણાં ભરવામાં એક દિવસ પણ ચૂકી જવાય ત્યારે દંડ વસૂલવામાં આવે છે અને જો કોઈ કારણોસર લાઈટબીલ ના ભરી શકાયું તો વીજ જોડાણ પણ કાપી લેવામાં આવે છે તો કાલોલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વારંવાર ઉદ્દભવતા આવા અનેક સવાલોનું નિરાકરણ કાલોલ MGVCL દ્વારા કરવામાં આવશે ખરું??
અહેવાલ:-ભાવિનભાઈ પરમાર
કાલોલ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *