કાલોલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતાં ખેડૂતો છેલ્લાં ઘણા સમયથી અવારનવાર MGVCL ને લઈને પરેશાન થતા જોવા મળ્યાં છે

Views 59

 
કાલોલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતાં ખેડૂતો છેલ્લાં ઘણા સમયથી અવારનવાર MGVCL ને લઈને પરેશાન થતા જોવા મળ્યાં છે.એકબાજુ વિશ્વવ્યાપી કોરોના ની મહામારી તો બીજી બાજુ આવા અનેક પ્રશ્નો ને લઈને કાલોલ ના ડેરોલગામના ખેડૂતો હેરાન થતા જોવા મળે છે. ડેરોલ ગામમાં પ્રિમોનસુન કામગીરી ના ધજાગરા ઉડતા હોય તેવા દ્રષ્યો તસવીરમાં અપને જોઈ શકીએ છીએ. આ વર્ષે સતત આ કાલોલ MGVCL ને લઈને ગ્રામ્ય વિસ્તારમાંથી અનેક સવાલો ઉભા થયા છે.હાલ ચોમાસા ને લઈને પ્રિમોનસુન કામગીરીમાં કરકસ ભરી કામગીરી સામે  ડેરોલ ગામમાં MGVCL ના એગ્રીકલ્ચર પોલ પર ચોમાસાના લીધે જમીનમાંથી ફુટી નીકળેલ ઘાસ અને મોટા મોટા લીલા લીલા વેલા એગ્રીકલ્ચર ની લાઈનોના પોલ પર જાણે કાલોલ MGVCL દ્વારા લીલી ચાદર ઓઢાડી ગ્રાહકોને મળતાં વીજપ્રવાહ નો સંતોષ હન્યો હોય તેમ શોભાના ગાંઠિયા ની માફક કામગીરી કરી આળસ ખંખેરી હોય તેવાં કાલોલના ડેરોલગામમાં દ્રશ્યો જોવા મળી રહ્યાં છે.  કાલોલ MGVCLની ઘોર બેદરકારીના કારણે ગ્રામજનોને આવા એકબાજુ કોરોનાનો પ્રકોપ અને બીજી બાજુ આવા કાળા ચોમાસામાં વરસાદ ખેંચાતાં ખેતીવાડી માટે પુરતા વીજપુરવઠો વાંરવાંર ખોરવાઈ જતાં વલખાં મારવા પડતાં હોય છે. *તો શુ તંત્ર ઘોર નિંદ્રામાં છે* ? કે પછી આ રીતે અવારનવાર જગતનો તાત કહેવાતા ધરતી પુત્રોને હેરાન કરવા છે ,કે પછી કમૅચારીઓ કોરોના કોરોના કરીને કોરોના વાયરસ માં આળસ ખંખેરી રહ્યાં છે ?  શું  ડેરોલગામના ગ્રાહકોની માંગ ને પૂણૅ કરવામાં આવેશે કે નહીં.?  કે પછી આ કામ ગામના લોકોએ જાતે જ કરવું પડશે કે પછી ગામલોકો કાલોલ MGVCL માં જાતે જઈ કંઈક તમાશો ઉભો કરે તેની કાલોલ MGVCL રાહ જોવે છે??એનું કારણ સુ હોઈ શકે કે પછી કાલોલ તાલુકાના દરેક ગ્રામજનો રોજેરોજ રજુઆત કરવા જાય અને પછી કામ કરીએ તેવી રીતે આમંત્રિત કરવાની તંત્ર રાહ જોઈ રહ્યું છે ?   શું હોઈ શકે??
અહેવાલ:-ભાવિનભાઈ પરમાર
કાલોલ

 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *