પંચમહાલ ના ચલાલી ગામે આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા નાના બાળકો ને ઘરે ઘરે જઈને સુખડી આપી રહ્યા છે
પંચમહાલ જિલ્લાનાં કાલોલ તાલુકાના ચલાલી ગામમાં આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા નાના બાળકો ને ઘરે ઘરે જઈને સુખડી આપવા મા આવી રહી છે આંગણવાડી કેન્દ્રો મા આવતા બાળકો ને હવે ઘરે જઈને દર ગુરુવાર ના રોજ સુખડી આપવા મા આવી રહી છે અને આંગણવાડી કાર્યકર બહેનો ખૂબજ ચોખ્ખાઇ થી બાળકો માટે સુખડી બનાવે છે અને આંગણવાડી મા આવતા દરેક બાળકો ને જાતે ઘરે જઈને સુખડી આપે. છે અને બાળકો મા માતા પિતા વાલી ને સમજવામાં આવે છે હાલ આપડી આંગણવાડી કેન્દ્રો બંધ છે તેથી તમે તમારા બાળક ને બોલતા શીખવાડો અને શિક્ષણ ને લગતી માહિતી આપો અને તમારા બાળકને હાલ ચાલી રહેલ કોરાના વાઇરસ ની મહબીમારી થી દુર રાખવાના પ્રયાસ કરો તેમાં (૧)હાથ વારંવાર ધોવડવો (૨)બહાર ફરવાનું ટાળો (૩) બહાર કામ પર ગયા હોઈ કે પછી ગમે તે જગ્યાએ ગયા હોઈ પેહલા આવીને ગરમ પાણી અને સાબુ થી સ્નાન કરો અને પછી જ પોતાના બાળકો ને અડો. (૪)ઘર મા રહો સુરક્ષીત રહો.. આંગણવાડી કાર્યકર બહેનો છે તેઓ .માસ્ક પેહરી રહ્યા છે .સોશ્યલ ડિસ્ટન્સ સંપૂર્ણ પણે પાલન કરી રહ્યા છે અને તેઓ પોતાની ફરજ નિષ્ઠા પૂર્વક નિભાવી રહ્યા છે
રિપોર્ટર:- અજયસિંહ ચૌહાણ બ્યુરો ચીફ પંચમહાલ
પંચમહાલ ના ચલાલી ગામે આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા નાના બાળકો ને ઘરે ઘરે જઈને સુખડી આપી રહ્યા છે
Views 60