પંચમહાલમાં 60 દિવસ બાદ કોરોના કેસનો આંક100ને પાર, હાલોલમાં 2 અને સામલી ગામે 1 કોરોના કેસ નોંધા

Views 64

પંચમહાલમાં 60 દિવસ બાદ કોરોના કેસનો આંક100ને પાર, હાલોલમાં 2 અને સામલી ગામે 1 કોરોના કેસ નોંધાયો
હાલોલ ખાતે એક કોરોના પોઝિટિવ કેસ મળતાં હાલોલમાં કુલ 17 કોરોના કેસ નોંધાયા
હાલોલ ખાતે એક કોરોના પોઝિટિવ કેસ મળતાં હાલોલમાં કુલ 17 કોરોના કેસ નોંધાયા
તમામ લોકોએ, વેપારીઓએ, લારી-ગલ્લાવાળાઓએ સરકારી ગાઈડ લાઇનનું પાલન કરવું જરૂરી બન્યું છે
ગોધરા. પંચમહાલ જિલ્લામાં પ્રથમ 31 માર્ચે આવ્યા બાદ 60 દિવસ બાદ પંચમહાલ જિલ્લામાં કોરોનાએ 100 નો આકડો વટાવીને બુધવારે કોરોના 101 કેસ થયા હતા. બુધવારે હાલોલ માં કોરોના બે કેસ અને ગોધરા તાલુકાના સામલી ગામે એક કેસ મળતાં ફફડાટ વ્યાપી ગયો હતો.
લોકડાઉન-5માં ગોધરા તાલુકાના સામલી ગામે રહેતાં 60 વર્ષીય પુરુષનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતાં ગોધરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં કોરોના પ્રસર્યો હતો. જયારે હાલોલ તાલુકામાં 2 કોરોના પોઝીટીવ કેસ મળતાં હાલોલ તાલુકાના 18 કેસ થયા હતા. હાલોલના રાણાવાસમાં રહેતી 50 વર્ષીય મહિલાને કોરોના પોઝીટીવઆવ્યો હતો.
તે હાલ વડોદરાની હોસ્પીટલમાં સારવાર લઇ રહી છે. હાલોલ નગીના પાર્ક અરાદ રોડ પર રહેતા સલીમ ફિર્દોષખાન પઠાણ ૪૭નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેના પિતા ફિર્દોષખાન પઠાણ ઉંમર વર્ષ 74 રહેવાસી કુભારવાડા લાંબી માંદગી બાદ તારીખ 27 મેના રોજ મોત નીપજ્યું હતું ત્યારબાદ સલીમને શરદી-ખાંસીની તકલીફ થતા વડોદરા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયો હતો. જેનો આજે કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા આ વિસ્તાર રહીશોમાં ભય અને ફફડાટ હતો. હવે બનાવના પગલે જિલ્લા આરોગ્ય અધિકારી હાલોલ પ્રાંત મામલતદાર નગરપાલિકાની ટીમો દોડી આવી હતી હાલોલમાં રોજેરોજ કોરોનાના કેસો એક પછી એક વધવા લાગ્યા છે જેથી એવા વિસ્તારોને સીલ કરવામાં આવી રહ્યા છે. હાલોલમાં લોકલ સંક્રમણ થયું હોવાનો ભય સેવાઈ રહ્યો છે કારણકે અનલોક. 1 એકમાં બજારો ખુલી ગયા છે. નગરમાં ક્યાંય સોશિયલ ડિસ્ટન્સ લોકો જાણતા નથી કેટલાક લારીઓવાળા દુકાનવાળા અને ખુશ પ્રજા માસ્ક પણ પહેર્યા વગર કામ કરી રહ્યા છે આવનાર સમયમાં એવું ન થાય હાલોલના દરેક વિસ્તારોમાં એક એક કોરોના પોઝિટિવ કેસ મળી આવે અને તમામ વિસ્તારોને કોરોનટાઈન કરી સીલ કરવામાં આવે આવું ના થાય તે માટે હાલોલના તમામ લોકોએ વેપારીઓએ લારી-ગલ્લાવાળાઓએ સરકારી ગાઈડ લાઇનનું પાલન કરવું જરૂરી છે. અત્યારે હાલોલમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 18 થવા પામી છે. અત્યારે નગીના પાર્ક વિસ્તારમાંથી જે કોરોના પોઝિટિવ મળી આવ્યો. તેની બાજુનો વિસ્તાર કન્ટેઇન્મેન્ટ જાહેર થયેલો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *