હાલોલ તાલુકાના અભેટવા ગામના 20 વર્ષીય યુવાનનો મૂતદેહ બિલિયાપુરા તળાવ માંથી મળી આવ્યો
પંચમહાલ ના હાલોલ તાલુકા ના અભેટવા ગામ ના 20 વર્ષીય યુવાન નો મૃતદેહ હાલોલ ના બીલીયાપુરા ગામના તળાવ માંથી મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. બનાવ અંગે હાલોલ ગ્રામ્ય પોલીસ ને જાણકરતા ઘટના સ્થળે દોડી આવી યુવાન નો મૃતદેહ બહાર કાઢી હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે પી.એમ.કરવા મોકલી આપ્યો હતો પોલીસે હાલ અકસ્માત મોત નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
હાલોલ પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અભેટવા ગામ ના શૈલેષભાઇ ઉર્ફે સોમાભાઈ પરમાર ઉ.વ.20 ના ઓ ગત રોજઘરે થી નીકળ્યા હતા મોડા સુધી ઘરે પરત નહિ ફરતા પરિવારજનોદ્વારા તેની શોધખોળ કરી હતી. જ્યારે આજે હાલોલ ના બીલીયાપુરા ગામના તળાવ માંથી મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામી હતી.
બનાવ અંગે હાલોલ ગ્રામ્ય પોલીસ ને જાણ કરતા ઘટનાસ્થળે દોડી આવી યુવાન નો મૃતદેહ બહાર કાઢી તપાસ કરતા આ મૃતદેહ શૈલેષભાઇ પરમાર નો હોવાનું બહાર આવતા પોલીસ હાલ અકસ્માત મોત નો ગુનો નોંધી મૃતદેહને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે પી.એમ.કરવા મોકલી આપ્યો હતો શૈલેષ પરમાર નું મોત હત્યા કે આત્મહત્યા તે પોલીસ તપાસ મા જ બહાર આવે તેમ છે નાનકડા ગામમાં અઘટીત બનાવ બનતા ચર્ચાનો વિષય બન્યો હતો.
અજયસિંહ ચૌહાણ બ્યુરો ચીફ પંચમહાલ
હાલોલ તાલુકાના અભેટવા ગામના 20 વર્ષીય યુવાનનો મૂતદેહ બિલિયાપુરા તળાવ માંથી મળી આવ્યો
Views 63