પંચમહાલ માં પાવાગઢમાં મહાકાળી માતાના દર્શન કરવા ભક્તોએ વધુ રાહ જોવી પડશે, મંદિર ટ્રસ્ટનો મોટો નિર્ણય હાલ મંદિર નઈ ખુલી શકે

Views 63

પંચમહાલ માં પાવાગઢમાં મહાકાળી માતાના દર્શન કરવા ભક્તોએ વધુ રાહ જોવી પડશે, મંદિર ટ્રસ્ટનો મોટો નિર્ણય હાલ મંદિર નઈ ખુલી શકે
સમગ્ર ભારત દેશ માં કોરોનાને ફેલાતા અટકાવવા લોકડાઉન અમલમાં મુકાયુ છે. હવે લોકડાઉન 5.0 અમલમાં છે જો કે હવે લોકડાઉનને તબક્કાવાર ખોલવાની તૈયારી ચાલુ છે. આ કડીમાં હવે 8 જૂનથી ધાર્મિક સ્થળો ખોલવા સરકારે મંજૂરી આપી છે. ત્યારે પંચમહાલ માં પાવાગઢ મહાકાળી મંદિર ખોલવાને લઈને એક મોટા સમાચાર આવી રહ્યા છે. મંદિર ખોલવા બાબતે ટ્રસ્ટ હવે 20 જૂને અંતિમ નિર્ણય લેવામાં આવશે.
મહાકાળી મંદિર ટ્રસ્ટે પોતાના લેટરપેડ પર જણાવ્યુ કે, આગામી 20 જૂન સુધી ટ્રસ્ટે મંદિર નહીં ખોલવાનો નિર્ણય લીધો છે જેના કારણે ભક્તોએ મા મહાકાળીના દર્શન માટે થોડી વધારે રાહ જોવી પડશે. મંદિર દ્વારા એવું કારણ આપવામાં આવ્યું છે કે, મંદિરના નવ નિર્માણનું કાર્ય ચાલુ હોવાથી આખરી નિર્ણય 20મી જૂને લેવાશે અને પછીજ મંદિર ખોલવમાં આવશે.
જણાવી દઈએ કે, વિશ્વ વિખ્યાત અંબાજી મંદિરના દરવાજા 8મી જૂનથી ભક્તોના દર્શન માટે ખુલ્લા મુકાશે. જોકે સરકારની માર્ગદર્શિકા મુજબ આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કેટલાક તકેદારીના પગલાં પણ લેવાયા છે. જે મુજબ ભક્તોને દર્શન માટે એક માત્ર શક્તિ દ્વારથી જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે. આરતી દરમિયાન ભક્તોને પ્રવેશ અને પ્રસાદ પણ આપવામાં નહીં આવે.
આવી સ્થિતિમાં માં મંદિર ખોલવું એટલે કોરાના વાઈરસ ને આમંત્રણ આપ્યું હોઈ તેમ લાગી રહ્યું છે અને એક બીજી તરફ પાવાગઢ ના દુકાનદારો પણ દુકાનો માં સામાન ભરાવી ને બેઠા છે તે પણ રાહ જોઈ ને બેઠા છે કે ક્યારે પાવાગઢ મહાકાળી મંદિર ના દ્વાર ખૂલે અને તેમની રોજી રોટી ચાલુ થાય.
અજયસિંહ ચૌહાણ બ્યુરો ચીફ પંચમહાલ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *