મહેસાણા
રાજ્યમાં બાળ કલ્યાણ ક્ષેત્રે કાળજી અને રક્ષણની જરૂરીયાતવાળા બાળકો અને કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકોને આશ્રય આપતી સ્વૈચ્છીક સંસ્થાનું જુવેનાઇલ જસ્ટીસ એક્ટ-૨૦૧૫ની કલમ ૪૧ હેઠળ રજિસ્ટ્રેશન કરાવું ફરજિયાત છે. કાયદાની કલમ નં-૪૨ મુજબ રાજ્ય સરકારના રજિસ્ટ્રેશનવગર આવા બાળકોને આશ્રય આપતી સંસ્થા વ્યક્તિ જો જુવેનાઇલ જસ્ટીસ એક્ટ-૨૦૧૫માં કાયદાની કરેલ જોગવાઇઓનું પાલન કરવામાં નિષ્ફળ જાયતો એક વર્ષની સજા અને એક લાખથી ઓછો દંડ નહિ તેવી જોગવાઇ કરેલ છે. સ્વૈચ્છીક સંસ્થાએ જુવેનાઇલ જસ્ટીસ એક્ટ-૨૦૧૫ અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવવાનું ફોર્મ તથા દરખાસ્ત જિલ્લાની જિલ્લા સમાજ સુરક્ષા કચેરી, જિલ્લા બાળ સુરક્ષા એકમમાં જમા કરાવવાનું રહેશે. જે ફોર્મ તથા સરનામાની વિગતો www.gscpsdsd.in અને www.sje.gujarat.gov.in પર ઉપલબ્ધ છે. તેમ જિલ્લા બાળ સુરક્ષા એકમ, જિલ્લા કલેક્ટર મહેસાણા ની અખબારી યાદીમાં જણાવ્યું છે.
જુવેનાઇલ જસ્ટીસ એક્ટ અંતર્ગત બાળ સંભાળ ગૃહોના રજિસ્ટ્રેશન કરવા ફરજિયાત…
Views 65