.પાક ઉત્પાદનની સફળતાનો મુખ્ય આધાર બિયારણની ગુણવત્તા પર હોવાથી, ખેડૂતોને અધિકૃત વેચાણકર્તાઓ પાસેથી જ બિયારણ ખરીદવાની સલાહ આપવામાં આવી છે. કૃષિ વિભાગે જણાવ્યું છે કે, લાયસન્સ વગરના વ્યક્તિઓ, ફેરીયાઓ કે સગા-સંબંધીઓ પાસેથી બિયારણ ખરીદવાથી ટાળવું જોઈએ, જેથી છેતરપિંડી અને નુકસાનથી બચી શકાય.બિયારણ ખરીદી વખતે રાખવી આ સાવચેતીઓ:માત્ર અધિકૃત લાયસન્સ/પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ કે ખાનગી વિક્રેતાઓ પાસેથી જ બિયારણ ખરીદો.
વેપારી પાસેથી લાયસન્સ નંબર, પૂરું નામ-સરનામું, બિયારણનું નામ, વર્ગ, લોટ નંબર, ઉત્પાદન તારીખ અને મુદત સાથેનું પાકું બિલ (વેચનારની સહી સાથે) અવશ્ય લો.
પેકેટ પરના QR કોડને સ્કેન કરીને બિયારણની વિગતો ચકાસો.
બિયારણની મુદત (Expiry Date) પૂરી ન થઈ હોય તેની ખાતરી કરો. મુદત પૂરી થયેલ બિયારણ કદાપિ ન ખરીદો.
કપાસ અને મગફળી બિયારણ માટે ખાસ સૂચના:કપાસના બિયારણની થેલી પર ઉત્પાદકનું નામ, સરનામું અને ધોરણો ન હોય તો તે ખરીદવાનું ટાળો.
4G, 5G જેવા અમાન્ય નામે વેચાતા બિયારણથી દૂર રહો.
મગફળી બિયારણ Truthful Label અથવા સર્ટિફિકેશન ટેગ વગર ન ખરીદો.
જો આવા અમાન્ય બિયારણનું વેચાણ જણાય તો તાલુકા ખેતી અધિકારી અથવા નાયબ ખેતી નિયામક (વિસ્તરણ), બ્લોક-બી, બીજો માળ, જિલ્લા સેવા સદન, પાટણમાં તાત્કાલિક જાણ કરવાની અપીલ કરવામાં આવી છે.વાવણી પછી પણ ખરીદેલા બિયારણનું પેકેટ અને બિલ સાચવી રાખવું જરૂરી છે. સર્ટિફાઈડ બિયારણ હોય તો થેલી પરનો ટેગ પાક પૂરો ન થાય ત્યાં સુધી સુરક્ષિત રાખવો.કૃષિ વિભાગે ખેડૂતોને સોશિયલ મીડિયા અને ભ્રામક જાહેરાતોમાં આવી સસ્તા બિયારણના લોભમાં ન આવવા પણ વિનંતી કરી છે.HBN tv news
(પાટણ)
