ધોરણ-12 રિઝલ્ટ 2026: સાયન્સ 84.33% અને સામાન્ય પ્રવાહ 92.71%વિદ્યાર્થિનીઓએ બાજી મારી, ફિઝિક્સ અને આંકડાશાસ્ત્રમાં સૌથી વધુ ફેલ

Views 60

HBN TV NEWS
ધોરણ-12 રિઝલ્ટ 2026: સાયન્સ 84.33% અને સામાન્ય પ્રવાહ 92.71%
વિદ્યાર્થિનીઓએ બાજી મારી, ફિઝિક્સ અને આંકડાશાસ્ત્રમાં સૌથી વધુ ફેલઅમદાવાદ, 4 મે 2026 માધ્યમિક શિક્ષણ બોર્ડ ગુજરાત દ્વારા ધોરણ-12 સાયન્સ અને સામાન્ય પ્રવાહના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. આ વર્ષે સાયન્સ પ્રવાહનું પરિણામ 84.33% અને સામાન્ય પ્રવાહનું 92.71% રહ્યું છે. કુલ 6.20 લાખ પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાં સાયન્સના 1,19,263 અને સામાન્ય પ્રવાહના 5,01,286 વિદ્યાર્થીઓ સામેલ હતા.વિદ્યાર્થિનીઓનું શાનદાર પ્રદર્શન
વિદ્યાર્થિનીઓએ આ વર્ષે છાપ છોડી છે. સાયન્સમાં 84.65% વિદ્યાર્થિનીઓ પાસ થઈ છે, જ્યારે સામાન્ય પ્રવાહમાં 95.41% વિદ્યાર્થિનીઓ સફળ રહી છે. વિદ્યાર્થીઓનું પરિણામ અનુક્રમે 84.04% અને 90.10% રહ્યું છે.વિષયવાર પરિણામ
સાયન્સ પ્રવાહમાં: ગણિત: 92.76% (સૌથી વધુ)
બાયોલોજી: 88.91%
કેમિસ્ટ્રી: 85.94%
ફિઝિક્સ: 85.27% (સૌથી ઓછું – સૌથી વધુ ફેલ)

સામાન્ય (કોમર્સ) પ્રવાહમાં: અર્થશાસ્ત્ર: 98.24%
વાણિજ્ય વ્યવસ્થા: 97.10%
એકાઉન્ટ્સ: 95.32%
આંકડાશાસ્ત્ર: 93.40% (સૌથી વધુ ફેલ)

ગુજકેટ રિઝલ્ટ
ધોરણ-12 સાથે ગુજકેટનું પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું છે. 1.32 લાખ પરીક્ષાર્થીઓમાંથી 99 પર્સેન્ટાઈલ સાથે 1459 વિદ્યાર્થીઓએ સફળતા મેળવી છે.જિલ્લા અને કેન્દ્રવાર પરિણામ સાયન્સ: સૌથી વધુ પરિણામ મોરબી જિલ્લાનું (94.85%), સૌથી ઓછું દાહોદ જિલ્લાનું (57.44%). સૌથી વધુ કેન્દ્ર: કુંભારિયા (બનાસકાંઠા) 98.62%.
સામાન્ય પ્રવાહ: સૌથી વધુ ડાંગ જિલ્લાનું (97.88%), સૌથી ઓછું અમદાવાદ શહેરનું (87.10%).

209 સ્કૂલોમાં સાયન્સ અને 2030 સ્કૂલોમાં સામાન્ય પ્રવાહમાં 100% પરિણામ આવ્યું છે.ટોપર્સ અને સફળતાની વાર્તાઓ સુરતની નંદિની કિશોરભાઈ છોટાળા (આશાદીપ સ્કૂલ)એ ગુજરાતમાં ટોપ કર્યું – 479/500 (95.80%).
સુરતની અક્ષરા અનિલભાઈએ કોમર્સમાં 687 માર્ક્સ સાથે નવો રેકોર્ડ બનાવ્યો.
રાજકોટની વૈશ્વી ગુપ્તાએ 99.96 પર્સેન્ટાઈલ મેળવ્યું.
રાજકોટની શ્રેયા ભીમજીયાણીએ કોમર્સમાં 99.99 પર્સેન્ટાઈલ અને 687 માર્ક્સ મેળવ્યા.

HBN TV NEWSની અપીલ:
મહેનત, સમયનું સંચાલન અને શિક્ષકો-માતા-પિતાના સપોર્ટથી અશક્ય પણ શક્ય બને છે. તમામ વિદ્યાર્થીઓને અભિનંદન! HBN TV NEWS – તમારી સાથે પળેપળની અપડેટ્સ માટે જોડાયેલા રહો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *