અંજાર શહેર મધ્યે આવેલ ગાયત્રી શક્તિપીઠ અને મહાકાલેશ્વર મહાદેવ ના પાટોત્સવની ઉજવણી ધામધૂમ થી કરાઈ હતી

અંજાર શહેર મધ્યે આવેલ ગાયત્રી શક્તિપીઠ અને મહાકાલેશ્વર મહાદેવ ના પાટોત્સવની ઉજવણી ધામધૂમ થી કરાઈ હતી
Views 141

અંજાર શહેર મધ્યે આવેલ ગાયત્રી શક્તિપીઠ અને મહાકાલેશ્વર મહાદેવ ના પાટોત્સવની ઉજવણી ધામધૂમ થી કરાઈ હતી કારતક વદ ૫ ને રવિવાર તા, ૯/૧૧/૨૦૨૫ ના ગાયત્રી શક્તિપીઠ ગાયત્રી સોસાયટી નયા અંજાર મધ્યે મહાકાલેશ્વર મહાદેવનો પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો તેમાં સવારે, મહારુદ્રી ત્યારબાદ ભોલેનાથનો ભવ્ય ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો,ત્યારબાદ રાત્રે, ૮ કલાકે માધવરાય ગ્રુપ દ્વારા મહા આરતી રાખવામાં આવી હતી, અને પ્રસાદ પણ રાખવામાં આવ્યો હતો,આ કાર્યક્રમમાં આજુબાજુની સોસાયટીના ભાવિક ભક્તો બહોળી સંખ્યામાં જોડાયા હતા કારતક વદ ૧૩ ને મંગળવાર તા ૧૮/૧૧/૨૦૨૫ ના,માં ગાયત્રીનો 44 મો પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો,તેમાં સવારે ૫ વાગ્યે માં ગાયત્રી ,વેદમાતા સાવિત્રી,અને અંબાજી ત્રણેય મૂર્તિઓને દશવિધિ સ્નાન કરાવવામાં આવ્યું હતું ત્યારબાદ સવારે ૩૮ કુંડી ગાયત્રી મહાયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું ‌હતું,તેમાં ૩૮ કપલ યજમાન તરીકે આ યજ્ઞનો લાભ લીધો હતો, ત્યારબાદ બપોરે,૧૨-૩૦ કલાકે ભોજન પ્રસાદ રાખવામાં આવ્યો હતો,તેમાં 1400 થી 1500 ભક્તો એ લાભ લીધો હતો આ ભોજન પ્રસાદના મુખ્ય દાતા સ્વઃ જવાહરલાલ ભાઈલાલ પરિવાર હ, મહેન્દ્રભાઈ તથા દેવેન્દ્રભાઈ રહ્યા હતા,અને સાંજે દાડિયારાસ પણ રાખ્યા હતા ત્યારબાદ રાત્રે માધવરાય ગ્રુપ દ્વારા મહાઆરતી પણ રાખવામાં આવી હતી તેમાં લોકો બોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા 38 કુંડી યજ્ઞનું સંચાલન અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર અંજારની બહેનોએ સંપન્ન કર્યું હતું આ કાર્યક્રમ માં આમંત્રિત મહેમાનો પૂર્વ રાજ્યમંત્રી શ્રી વાસણભાઇ આહીર, અંજાર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ લીલાવંતીબેન પ્રજાપતિ, અંજાર નગરપાલિકાના વિરોધ પક્ષનેતા રાજેન્દ્રસિંહ ટી જાડેજા,ગાંધીધામ થી ગાયત્રી પરીવારના મેનેજિંગ ટ્રસ્ટી દિલીપભાઈ કોટક, પ્રભુભાઈ, નરેન્દ્ર ભાઈ જોશી,અંજાર શહેર કોંગ્રેસ પ્રમુખ યુવરાજસિંહ વાઘેલા અંજાર તાલુકા કોંગ્રેસ પ્રમુખ શંભુભાઈ ડાંગર,આદિપુર ગાયત્રી પરિવારના મહિલા મંડળ હાજર રહ્યા હતા,આ તમામ પોગ્રામ સફળ બનાવા માટે ગાયત્રી શક્તિપીઠ ના ટ્રસ્ટી શ્રી હસમુખભાઈ માથકિયા , વ્યવસ્થાપક આશુતોષ વૈષ્ણવ, પૂજારી શ્રી નટુભાઈ જોષી , વેલજીભાઈ વ્યાસ,રાજેન્દ્રસિંહ ટી જાડેજા ,ધીરુભાઈ વ્યાસ, નારણભાઈ મોદી,સુરેશભાઈ સોનેજી,અનિલભાઈ ટાંક, ભરતભાઈ આહીર,બલુ મારાજ , શિવજીભાઈ આહીર,રવુભા જાડેજા ,કૌશિકભાઈ શાહ, ખીમજી મારાજ , રોહિત પ્રજાપતિ, સમીરભાઈ ભાટીયા અને ગાયત્રી પરિવાર અંજારની બહેનો, અંકલેશ્વર મહિલા મંડળની બહેનો, ગાયત્રી મહિલા મંડળની બહેનો એ તન મન ધનથી સેવા આપી હતી. ગાયત્રી શક્તિપીઠના પૂજારી શ્રી નટવરભાઈ જોશી દ્વારા ખુબજ જહેમત ઉઠવાઈ હતીઆ પ્રસંગે ગાયત્રી શક્તિપીઠ મધ્યે હાજર રહેલ દરેક વ્યક્તિ એ રાજેન્દ્રસિંહ જાડેજા ના સૂચન થી પાણી નો બગાડ ના કરવાનો સંકલ્પ લીધો હતો

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *