અંજાર શહેર મધ્યે આવેલ યદુવંશી સોરઠીયા આહીર સમાજ વાડી પાસે એક જ વરસાદ માં ધોવાયેલ ગુણવતા વિહીન ડામર રોડ મૃતપાય અવસ્થામાં હોતા અખબારી અહેવાલ પ્રસ્તુત થતા અચાનક અંજાર નગરપાલિકા નું તંત્ર જાગ્યું હતું અને તૂટેલ ડામર રોડ પર પેવર બ્લોક લગાવી ને કામગીરી પૂર્ણ કરવામાં આવેલ હતી પ્રશ્ન ત્યાં નો ત્યાજ ઊભેલો છે કે એક વર્ષ અગાઉ ડામર રોડ બનાવેલ હતો તે રોડ ની અવધી પાચ વર્ષ હોય છે આ સમયગાળા વરચે રોડ તૂટી જાય તો તેની મરમ્મત કરવાની જવાબદારી કોન્ટ્રાકટર ની હોય છે પણ અંજાર નગરપાલિકા દ્વારા કોન્ટ્રાકટર ને તેની જવાબદારી માંથી મુક્ત કરી પેવર બ્લોક લગાડવામાં આવ્યા છે જે તસવીર દ્વારા જોઈ શકાય છે એટલે ક્યાંક ને ક્યાંક તંત્ર અને કોન્ટ્રાકટર ની મીલીભગત દેખાઈ રહી છે તેવો આક્ષેપ પૂર્વ વિપક્ષી નેતા જીતેન્દ્ર ચોટારા દ્વારા કરવામાં આવેલ છે.