બનાસકાંઠાની એસ.ઓ.જીએ અમીરગઢમાંથી એક શખ્સને બંદૂક સાથે ઝડપી લીધો

Views 111

અમીરગઢ વિસ્તારમાંથી બનાસકાંઠાની એસ.ઓ.જી પોલીસે બંદૂક સાથે એક ઈસમને ઝડપી પાડ્યો છે. એસ ઓ જી પોલીસે અમીરગઢ વિસ્તાર પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે એક ઈસમને બંદૂક સાથે ઝડપી કુલ 5000નો મુદામાલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા એસ.ઓ.જી પોલીસે ઢોલિયા ડાભીવાસમાંથી અમીરગઢમાંથી એક શખ્સને બંદૂક સાથે ઝડપી પાડ્યો હતો. એસ.ઓ.જી સ્ટાફ અમીરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમ્યાન બાતમી આધારે ઢોલીયા ડાભીવાસ ગામની સીમમાં રહેતા હીરાભાઈ જીવાભાઈ ડાભી નાઓના પોતાના કબ્જા ભોગવટાના ખેતરમાં બનાવેલ રહેણાંક ઘરે દેશી હાથ બનાવટ એક નાળી બંદૂક જેની 5000 કિંમત ના મુદામાલ સાથે સદરહુ આરોપીને મુદામાલ સાથે પકડી પાડી આગળની વધુ કાર્યવાહી માટે અમીરગઢ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *