ગાંજા સાથે પકડાયેલા ખારીરોહરના આરોપીને 10 વર્ષની સખત કેદની સજા; વર્ષ-2019ના એનડીપીએસ કેસમાં સ્પેશિયલ કોર્ટનો ધાક બેસાડતો ચુકાદો

Views 108

ગાંધીધામમાં વર્ષ-2019 માં 4.025 કિલોગ્રામ ગાંજા સાથે પકડાયેલા આરોપીને સ્પેશિયલ એનડીપીએસ કોર્ટે 10 વર્ષની સખત કેદની સજા ફટકારી ઉપરાંત રૂ.1 લાખનો દંટ ચૂકવવા આદેશ કરી ધાક બેસાડતો ચૂકાદો સંભળાવ્યો હતો.

આ કેસ ની હકીક્ત એવી છે કે, તા.16/07/2019ના રોજ ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ મથકની ટીમે મચ્છુનગર અને ખોડિયારનગર વચ્ચેથી ખારીરોહરના ગુલામહુસેન લતિફશાહ સૈયદને રૂ.24,200 ની કિંમતના 4.025 કિલોગ્રામ ગાંજા સાથે પકડી લીધો હતો.

આ મુદામાલ અન્ય આરોપી પાસે મેળવેલો હોઇ આરોપી બાપુમીયા કાસમશાહ સૈયદ તેમજ હરપાલસિંહ ઝાલાનું નામ ખુલતા ત્રણેની અટક કરી અટક કરી હતી. આ કેસ પુરતા પુરાવાના આધારે ગાંધીધામની સ્પે. એન.ડી.પી.એસ અને એડી.સેસન્સ જ્જ એમ.જે.પરાશાર ની કોર્ટમાં ચાર્જ શીટ કરાયો હતો.

આ કેસ ચાલતાં સરકાર તરફે મૌખિક સાહેદો તથા દસ્તાવેજી આધારો પુરાવાઓને ગ્રાહ્ય રાખીને તેમજ સરકારી વકીલ મહેન્દ્રસિંહ આર.જાડેજા ધાર-દાર દલીલને ધ્યાને રાખી સ્પે. એન.ડી.પી.એસ અને એડી.સેસન્સ જ્જ સાહેબશ્રી એમ.જે.પરાસરે આરોપી ગુલામહુસૈન લતીફશાહ સૈયદ તકસીરવાન ઠેરવી 10 વર્ષની સખતની સખત કેદની સજા ફટકારી રૂ.1,00,000 નો દંડ ચૂકવવા આદેશ કરી ધાક બેસાડતો ચુકાદો સંભળાવ્યો હતો. અન્ય બે આરોપી બાપુમીયા કાસમશાહ સૈયદ તથા હરપાલસિંહ ઝાલાને કોર્ટ છોડી મુક્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *