ભીમાસર(ભુ) માં સગા ભાઇએ બહેનનું છરી ઝીંકી ખૂન કર્યું

Views 99

વાગડમાં રંગોના તહેવાર પછી આધોઇમાં ધોકા મારી યુવાનને મોતને ઘાટ ઉતારી દેવાયો હોવાની ઘટના બાદ રાપરના ભીમાસરમાં તું કોઇને કહ્યા વગર ક્યાં ગઇ હતી ? પુછી સગા ભાઇએ પોતાની બહેનના પેટમાં છરી ઝીંકી ખૂન કર્યું હોવાની ઘટના નોંધાતા બે દિવસમાં હત્યાના બે બનાવોથી લોહી રેડાયું હતું.

રાપર તાલુકાના ભીમાસર ખાતે બજારવાસમાં રહેતા 58 વર્ષીય ભવાનભાઇ છગનભાઇ કોલીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા.8/3 ના રોજ તેઓ પૌત્રી નયના સાથે ઘર હતા . જમ્યા બાદ ઘરમાં નયના ન દેખાતાં આ બાબતે પોત્રા હરેશને વાત કરી હતી. ત્યારબાદ શોધખોળ પછી નયના ઘરે આવી ગઇ હતી.

તેમના પૌત્ર હરેશે ઉપરના રૂમમાં જઇ પોતાની બહેન નયનાને કોઇને કહ્યા વગર ક્યાં ગઇ હતી ? કહી બોલાચાલી થયા બાદ ઝપાઝપી દરમિયાન હરેશે છરી પોતાની સગી બહેન નયનાના પેટમાં ઝીંકી દેતાં ગંભીર હાલતમાં તેને પાટણ સારવાર માટે લઇ ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેણે દમ તોડતાં ઘટના હત્યામાં પરિણમી હતી. મૃતક નયનાના દાદાએ પોતાની બહેનની જ હત્યા કરનાર તેના ભાઇ હરેશ કાનજીભાઇ કોલી વિરૂધ્ધ આડેસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *