એમસીબી પોલીસે બાઈક પર દારૂની હેરાફેરી કરતા ઈસમને ઝડપ્યો; કુલ મુદ્દામાલ કબ્જે કરી પોલીસે આગળની તપાસ હાથધરી

Views 114

બનાસકાંઠા એલસીબી પોલીસે બાઈક પર દારૂની હેરાફેરી કરતા શખ્સને બાઈક સાથે ઝડપી પાડ્યો છે. જેમાં ભાભર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી હિરો કંપનીનું બાઈક કેબીનમાંથી દારૂ સંતાડીને લઈ જતા હતા. પોલીસે બાતમી હકીકત આધારે ઈસમને જડપી પાડી ભાભર પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી કરવા આગળની તપાસ હાથ ધરી છે.

પોલીસ મહાનિરીક્ષક સરહદી રેંજ કચ્છ ભુજ જે.આર. મોથલીયા તેમજ અક્ષયરાજ પોલીસ અધિક્ષક બનાસકાંઠા જિલ્લાનાઓએ દારૂ જુગારની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા સુચના કરેલી હોય, એસ.ડી.ધોબી, પોલીસ ઈન્સ્પેકટર એલ.સી.બી. નાઓના માર્ગદર્શન હેઠળ એ.બી.ભટ્ટ પી.એલ.આહીર પોલિસ સબ ઇન્ચાર્જ તથા એચ.કે.દરજી પોલિસ સબ ઇન્ચાર્જ એલ.સી.બી નાઓના માર્ગદર્શન મુજબ સ્ટાફના માણસો ભાભર પોલિસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

તે દરમિયાન બાતમી હકીકત મેળવી ભાભર ટાઉન વિસ્તારમાંથી હિરો કંપનીનુ બાઈક કેબીનમાંથી દારૂની બોટલ લઈ જતા પોલીસે જડપી પાડી કુલ 37 હજાર 65નો મુદ્દામાલ કબ્જે લઈ બાઈક ચાલક શૈલેષસિંહ રાયભણસિંહ રાઠોડ રહે. ભાભર જુના તા. ભાભરવાળાના વિરુદ્ધમાં ભાભર પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *